Homeગુજરાતગુજરાત કોંગ્રેસનો 'કેપ્ટન' કોણ ? માટે યુવાનેતા અને પીઢનેતા દિલ્લી દરબારમાં પહોચ્યા

ગુજરાત કોંગ્રેસનો ‘કેપ્ટન’ કોણ ? માટે યુવાનેતા અને પીઢનેતા દિલ્લી દરબારમાં પહોચ્યા

-

ગુજરાત(Gujarat) કોંગ્રેસમાં(Congress) નેતાઓના ઢગલા છે, અને તે નેતાઓ ગુજરાતમાં ‘કેપ્ટન’ બનવાની લડાઈ જીતવા વન-ટુ-વન દિલ્હી પ્રવાસ નીકળી રહ્યા છે. હાલમાં નવા પ્રદેશ પ્રમુખ(State President) નક્કી કરવા માટે દિલ્હીમાં(Delhi) રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મીટીંગનો દોર ચાલુ છે, અને મળતી વિગતો મુજબ ગુજરાત કોગ્રેસમાં યુવા અને પીઢ કોંગ્રેસીઓ પોતે ગુજરાત માટે સક્ષમ છે તેવું સાબિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ચાલી રહેલી બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે નવા જૂની થશે તેવી ગર્ભિત ધમકી આપી રહ્યા છે. જેથી દિલ્લીમાં બેઠેલા કોંગ્રેસ નેતાઓને ડર સતાવી રહ્યો છે, એટલું જ નહીં કોંગ્રેસના 20 થી 22 જેટલા ધારાસભ્યોએ પણ કોંગ્રેસ છોડીવાની તૈયારી બતાવી તેવું સુત્ર દ્વારા જણાવામાં આવી રહ્યું છે. આ ધારાસભ્યો પ્રદેશના સિનિયર નેતાઓની સાથે હોઈ જેના કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ નક્કી નથી કરી શકતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાર્દિક સિવાયના પ્રદેશ પ્રમુખની ચર્ચા માટે દિલ્હી રોકાયા છે. દિલ્હીમાં ચાલી રહેલી બેઠક છોડી યુવાનેતા હાર્દિક પટેલ અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી બિહાર જવા રવાના થયાં છે. આ બાબતે હાર્દિકે કહ્યું હતું કે, રાહુલજી સાથે મારે અને જિજ્ઞેશ મેવાણીની મિટિંગ પુરી થઇ ગઈ છે માટે અમે હાલ એરપોર્ટ જવા રવાના થયા છીએ.

દિલ્હીમાં રાહુલ ગાંધીની બેઠકનો દોર –
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસની દિશા અને દશા સુધારવા ગુજરાતના નવા કેપ્ટનની શોધ ખોળ ચાલુ કરવામાં આવી હતી. માટે કોંગ્રેસના 15 જેટલા નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી ગુજરાત કોંગ્રેસને ફરી ઉભી કેમ કરવી અને ગુજરાતની સક્ષમ સુકાની કોના હાથમાં સોપવી તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી. હાલ નોંધારી બની ગયેલ કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે ટક્કર આપશે અને કોગ્રેશ હાઈકમાન્ડ શું પગલા લે તે જોવાનું રહ્યું.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાત આવીને પ્રદેશના સિનિયર આગેવાનો સાથે બેઠકો કરી હતી. અને નવા પ્રમુખની પસંદગી તેમજ સંગઠનની નવરચના અંગે ચર્ચાઓ કરી હતી. જેમાં કોઈ નિર્ણય આવ્યો નહિ જેથી આખો મામલો દિલ્હીમાં રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હતો. આજ સવારથી લગભગ 15 જેટલા ગુજરાત કોંગ્રેસના નેતા તેને મળ્યા હતા.

સિનિયરોનો વિરોધ
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ ભરતસિંહ સોલંકી, નરેશ રાવલ, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા સહિતના સિનીયર નેતાઓનો સુર એકજ હતો કે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રસનું સુકાન સોપવામાં આવે નહિ. અને છતાં હાઇકમાન્ડ હાર્દિક પટેલને પ્રમુખ બનાવશે તો ગુજરાત કોગ્રેસમાં મોટા પાયે ભંગાણ થઇ શકેછે તેવી ચીમકી આપી હતી. રાહુલ ગાંધી સાથેની હાલની બેઠકમાં હાર્દિક સિવાય બીજા કોને પ્રમુખ પદ સોંપવું તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે.

રાહુલ ગાંધી સાથેની બેઠકમાં હાજર
રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખની મીટીંગમાં સાંસદ શક્તિસિંહ ગોહિલ, હાલના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ, કનુ કલસરિયા, બિમલ શાહ, જગદીશ ઠાકોર, અમીબહેન યાજ્ઞિક, મધુસુદન મિસ્ત્રી, દીપક બાબરિયા સહિત નેતાઓ હાજર છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....