Homeરાજકારણગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર એ પત્નિને આપી જાહેર નોટિસ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર એ પત્નિને આપી જાહેર નોટિસ

-

ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વરિષ્ઠ નેતા ભરતસિંહ માધવસિંહ સોલંકી એ પત્નિને નોટિસ(Notice to wife) મોકલી છે. ભરતસિંહે બોરસદના વકિલ કે.પી તપોધન મારફતે જાહેર નોટિસ પાઠવી છે.

Gujarat Congress Leader Notice to wife – ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહે પત્નિને વકિલ મારફતે જાહેર નોટિસ પાઠવી કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ નહીં કરવા જણાવ્યું હતું. બોરસદ ખાતેના તેમના વકિલ કે.પી. તપોધન મારફતે આ જાહેર નોટિસ પાઠવવામાં આવી છે. જેના પગલે ભરતસિંહના લગ્નજીવનમાં ભૂકંપ સર્જાયો હોવાની વાત સામે આવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gujarat Congress Leader Notice to wife

નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તેમના પત્નિ ચારેક વર્ષથી સાથે રહેતા નથી અને તેમના અલગ રહી મનસ્વી રીતે વર્તન કરે છે. સાથે જ કોઈ પણને નાણાંકિય લેવડ-દેવડ કરવી કે કરાવવી નહીં જો કરશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે. પતિ પત્નિ વચ્ચે લાંબા સમયથી મનમેળ નહીં હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Must Read