Homeગુજરાતશું આ ત્રણ નામને કારણે શપથગ્રહણ અટકી ગયું ? ચર્ચા જોરમાં...

શું આ ત્રણ નામને કારણે શપથગ્રહણ અટકી ગયું ? ચર્ચા જોરમાં…

-

ગુજરાતમાં ભારતીય જનતા (BJP Gujarat) પાર્ટીમાં કાર્યકર્તાઓ વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે, જેના કારણે બુધવારે યોજાનારા નવા મંત્રીમંડળના (Cabinet ministers list 2021) શપથગ્રહણ પણ મુલતવી રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ફાડી નાખવામાં આવ્યા હતા. ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) શપથગ્રહણ થઈ ચૂક્યા છે. તેમનું મંત્રીમંડળ આજે શપથ લેવાનું હતું.પણ હવે શપથ ગ્રહણ ગુરુવારે સવારે 1.30 વાગ્યે થશે.

Gujarat cabinet minister list 2021 માં કોણ બનશે નવા ચહેરા ?

મળતી માહિતી મુજબ કેબિનેટમાં મોટા પાયે ફેરબદલની ચર્ચા હતી, જેના કારણે વિવાદ થયો હતો. ભૂપેન્દ્ર પટેલ લગભગ 90 ટકા મંત્રીઓ બદલવા માંગતા હતા. આવી સ્થિતિમાં, ફક્ત 2-3 ચહેરા જ પુનરાવર્તિત થશે, એટલે કે જેમને ફરીથી મંત્રી બનાવવામાં આવશે. ભાજપના કેટલાક ધારાસભ્યો મંત્રીના પદ પરથી બહાર ફેંકાઈ જવાના ડર વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પણ મીટીંગ થઇ હતી.

આ બધા હંગામા વચ્ચે અંદરખાને શપથવિધિ મુલતવી રાખવાનું કારણ કઈંક બીજું જ ચર્ચાઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બનતાની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલની (Nitin Patel) ખુરશી ખતરામાં છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલ અને નીતિન પટેલ બંને પાટીદાર (Patidar) સમાજમાંથી છે. સીએમ અને ડેપ્યુટી સીએમ  (Deputy CM) બંને પદ પર એક જ સમાજને સમાન પદ આપવાની સંભાવના ઓછી છે.

આ ઉપરાંત એવા ત્રણ નામ બહાર આવ્યા છે જેને કારણે આજની શપથવિધિ મુલતવી રાખવી પડી. કુંવરજી બાવળીયા (Kuvarji Bavaliya) કોળી સમાજનો ચહેરો છે.જયેશ રાદડિયા (Jayesh Radadiya) રાજકોટ-જેતપુર વચ્ચેના પટ્ટામાં ખુબ મોટું નામ ધરાવે છે. અને પ્રદિપસિંહ જાડેજા જે જાડેજા ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો છે.

જો આ ત્રણ લોકોને ભાજપથી છુટા કરવામાં આવે અથવા નાખુશ કારમાં આવે તો ચુંટણી દરમિયાન ભાજપને આ સમાજના લોકો મત ન મળવાનો પણ ડર રહે.

રૂપાણી કેબિનેટમાં ટોપ પર્ફોર્મર અને સિનિયર નેતાઓમાંના એક  પ્રદિપસિંહ જાડેજાને હટાવવામાં આવે તો ક્ષત્રિય સમાજના મતો પર ગંભીર અસર પડી શકે.

જયેશ રાદડિયા જે વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે એ વિસ્તારમાંથી મત ઓછા ન થાય એ માટે એમને ત્યાનું મંત્રીપદ સોંપાયું હતું પણ જો એમને પણ ત્યાંથી હટાવવામાં આવે તો એ વિસ્તારના મતો પર ગંભીર અસર પડી શકે છે.

કોળી સમાજ ગુજરાતનો સૌથી મોટો મતદાર વર્ગ છે અને એ સમાજના પ્રતિનિધિ  કુંવરજી બાવળીયાને પાર્ટી દુર કરી શકતી નથી.

Must Read