Monday, May 16, 2022

આવતીકાલથી રાજ્યનું બજેટ સત્ર શરૂ, વિપક્ષે કરી આ માગણી

આજના તાજા સમાચાર ગુજરાત : રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી CM Bhupendra Patel પદે આવ્યા છે. ત્યારે તેમના શાસનમાં પ્રથમ બજેટ સત્ર Budget Session Gujarat આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે. સરકાર રાજ્યના વિકાસ માટે લાખો કરોડના બજેટ ફાળવી પ્રજાની સુખાકારી અને સુવિધા માટે આયોજન કરતી હોય છે. ત્યારે કેટલીક જનલક્ષી યોજનાની પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે સૌ કોઈની નજર ભૂપેન્દ્ર પટેલની સરકારના બજેટ તરફ છે કે શું નવું લાવે છે.

રાજ્યમાં આવતીકાલથી 14મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ છે. આ બજેટ 3 માર્ચના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ આગામી ચૂંટણીને ધ્યાને રાખી બજેટને દળદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

વિધાનસભાના બજેટ સત્રમાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલશે. વિધાનસભામાં 4 દિવસ અંદાજ પત્ર પર ચર્ચાઓ ચાલશે તો સત્ર દરમિયાન 6-8 દિવસ સુધી બે બેઠકો થશે. જોવા જઈએ તો મુખ્યમંત્રી સહિત નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું પણ આ બજેટ પહેલું હશે.

વધુ વાંચો – પોલેન્ડ સરહદે ફસાયેલા એ ગુજરાતી મહારાજનું આ ઋણ યાદ કરાવાની જરૂર છે

વધુ વાંચો – પ્રજાના પૈસે મુકાયેલા બાંકડાનું રાજકારણ પોલીસ સ્ટેશન પહોંચ્યું

આજના તાજા સમાચાર ગુજરાત : આવતીકાલથી રાજ્યનું બજેટ સત્ર શરૂ

સરકાર દ્વારા બજેટ સત્ર પહેલા તમામ પ્રકારની તૈયારી ઓ કરી લીધી છે તેમજ વિરોધપક્ષે પણ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે બજેટ સત્રમાં વિરોધી દળ કોંગ્રેસ સરકારને નાકે દમ લાવે તેવો હંગામો મચાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસ મુખ્યત્વે બેરોજગારી, ખેડૂતો અને શિક્ષણના મુદ્દે તો પ્રહાર કરશે જ સાથે ભરતી કૌભાંડ, મોંઘવારી બાબતે પણ સરકાર ઘેરાઈ જશે તેવા અહેવાલો છે. સરકાર પક્ષે પણ વિપક્ષના શાબ્દિક હુમલા સામે લડવા રણનિતી બનાવી લીધાના અહેવાલ છે.

રાજ્યની 14મી વિધાનસભાનું 10મું સત્ર 2 માર્ચના રોજથી શરૂ થશે. આ સત્ર તારીખ 31 માર્ચ સુધી ચાલશે. જે કુલ 26 બેઠકોમાં મળશે. કોરોના સંક્રરમણના ખતરાને ધ્યાને રાખી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેવા અહેવાલો છે. સાથે જ ગૃહમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત નહીં રહે પણ કોરોના વિરોધી રસીના બંને ડોઝના પ્રમાણપત્રની ચકાસણી થશે.

કોંગ્રેસની માંગણી છે કે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવામાં આવે. તો બીજી તરફ જીતુ વાઘાણી કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યાં છે કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના બદલે રાજનીતિ કરી રહ્યું છે.

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...