Homeગુજરાતભાજપના ધારાસભ્યોમાં ફફડાટ, શું હવે MLAનો વારો? | Gujarat assembly election 2022

ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ, શું હવે MLAનો વારો? | Gujarat assembly election 2022

-

રૂપાણી સરકાર ઘરભેગી કરતા જ હવે ભાજપના ધારાસભ્યો વચ્ચ ફફડાટ.

ગુજરાતમાં ભાજપ સરકારે પોતાની પાર્ટીમાં શરૂ કરેલી સાફસફાઈની ( Gujarat bjp government changes ) સાથે રાજકીય ઊથલપાથલ પાછળની મુખ્ય કારણ 2022ની વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) હોવાનું બહાર આવ્યું છે, આખી રૂપાણી સરકાર પદ પરથી હટાવ્યા પછી હવે ભાજપ સરકાર ગુજરાતના ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર થઇ રહ્યાં છે એવું સામે આવ્યું છે હવે એ રીપોર્ટ કાર્ડને આધારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરવામાં આવી શકશે.

ગુજરાતમાં ભાજપે રૂપાણી સરકારને પાડીને મંત્રીઓની નવી સેના જે રીતે તૈયાર કરી છે એ જોઈને ભાજપના ધારાસભ્યો અને સાંસદોની ચિંતા વધી ગઈ છે (Change is that mla turn ), ભાજપની રણનીતિ મુજબ કેમ કે નો-રિપીટ થિયરી હવે ભાજપના સિનિયરો કાર્યકર્તાઓ માટે પણ લાગુ થશે.

નો-રિપીટ થિયરી એટલે ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોને રિપીટ ન કરતા ફરી એમને ખુરશી ન સોંપવા માટેનો આ માપદંડ પાર્ટીમાં દરેક કાર્યકર્તા સરખા એવો સંદેશ પણ આપે છે.

ગુજરાત ભાજપમાં પાટીદારોમાં વર્ચસ્વ ધરાવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ઘરે બેસવાની ફરજ પાડી દીધી છે આ સાથે જ ભાજપના સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, હાઈકમાન્ડના પ્રિય કહેવાતા પ્રદીપસિંહ જાડેજાને પણ હાલ કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. આ ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને પણ નો-રિપીટ થિયરી પ્રમાણે કોઈ હોદ્દો ન આપતા સામાન્ય ધારાસભ્યોમાં ડર ફેલાયો છે.

ગુજરાતમાં ભાજપ સરકાર હવે ચૂંટણી વખતે કોઈ ઢીલાશ નથી રાખવા માંગતી, ભાજપે તેનો બોધપાઠ 2018માં શીખી લીધો હતો જયારે મધ્યપ્રદેશમાં 13 વર્ષ જૂની અને શિવરાજસિંહ ચૌહાણ જેવા મજબૂત મુખ્યમંત્રીવાળી ભાજપ સરકાર ઉંધા મોઢે હારી હતી. હવે એવી કોઈ ભૂલ આગાઉ આવતી ચૂંટણીમાં ભાજપ નહીં કરે એવું લાગી રહ્યું છે.

Must Read