Homeગુજરાતપશુ પાલકો માટે રેડિયો સ્ટેશન 'દૂધવાણી' નો પ્રધાનમંત્રીએ કરાવ્યો શુભારંભ: બનાસકાંઠા

પશુ પાલકો માટે રેડિયો સ્ટેશન ‘દૂધવાણી’ નો પ્રધાનમંત્રીએ કરાવ્યો શુભારંભ: બનાસકાંઠા

-

બનાસકાંઠા : ‘દૂધવાણી’ કોમ્યુનિટી રેડિયોની શરૂઆત દેશના પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી હતી દૂધવાણીની Dudhvani શરૂઆત કરતા પ્રથમ સંબોધન નરેન્દ્ર મોદી PM Narendra Modi દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેડિયો સ્ટેશન પર મનુષ્ય સાથ પશુઓ અંગે પણ પ્રસારણ જોવા મળશે.

હાલ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરી સંકુલનું ઉદધાટન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે બનાસ ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલા રેડિયો સ્ટેશન ‘દૂધવાણી’નો Dudhvani Radio Station FM 90.4 પણ પ્રારંભ કરાવ્યો હતો. આ રેડિયો સ્ટેશન પર પ્રધાનમંત્રી મોદીએ 10 મિનિટ સુધી સંબોધન કર્યું હતું જેનું પ્રસાણ કરીને રેડિયો સ્ટેશન આરંભ કરાયો છે.

દૂધવાણી રેડિયો વિશે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, હું દિલ્હીમાં પણ દૂધવાણી સાંભળવાનો પ્રયાસ કરીશ, આ એક એવું રેડિયો સ્ટેશન છે જેમાં મનુષ્ય સાથે પશુઓની ચિંતા પણ કરવામાં આવી છે. આ રેડિયો સ્ટેશન થકી વિકટ સમયે પશુપાલકોને સૂચના તાત્કાલીક પહોંચાડી શકાશે. સાથે જ આ માધ્યમથી શુભકામનાના સંદેશ પણ પહોંચાડી શકાશે. આ તકે તેઓ એ મન કી બાત કાર્યક્રમને પણ યાદ કરાવ્યો હતો, મોદીએ કહ્યું કે મન કી બાત કાર્યક્રમે મને લોકોના હ્રદય સુધી પહોંચાડી દિધો છે, હું રેડિયોની તાકાત ખૂબ જ સારી રીતે જાણું છું.

Dudhvani Radio Station રેડિયો સ્ટેશન દૂધવાણીનો PM એ કરાવ્યો શુભારંભ: બનાસકાંઠા

આ રેડિયો 90.4 એફ.એમ. ફ્રિકવન્સી પર સાંભળી શકાશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આ પ્રથમ રેડિયો સ્ટેશન હશે, દૂધવાણી સ્ટેશન થકી લોકશિક્ષણ તેમજ પશુપાલન અને ડેરી વચ્ચેના સંવાદનું માધ્યમ તૈયાર થશે. પશુપાલકોને આ માધ્યમથી ડેરી તેમજ દુનિયાની હિલચાલથી અવગત કરાતા રહેશે. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરી સાથે જિલ્લાની 1100 કરતા વધારે ગ્રામીણ સહાકારી દૂધ મંડળી સંકળાયેલી છે. આ મંડળી પર પશુપાલકો દૂધ ભરાવવા માટે આવે ત્યારે તેમને આ રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડાશે. સાથે જ દરેક દૂધ મંડળી પર સ્પીકર ગોઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Must Read