Homeગુજરાતઅમદાવાદગેંગસ્ટર બીકાને ઝડપી પાડતી અમદાવાદ એટીએસની ટીમ

ગેંગસ્ટર બીકાને ઝડપી પાડતી અમદાવાદ એટીએસની ટીમ

-

અમદાવાદ : ગુજરાત એટીએસ Gujarat ATS ના પી.આઈ. બી.એચ. કોરાટે બાતમીના આધારે ગતરોજ 18 જૂલાઈના રોજ કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંઘ બીકા ઉર્ફ અરવિંદ બીકાને ઝડપી પાડ્યો છે. આરોપી અરવિંદ બીકા ગુજરાત, રાજસ્થાન અને કેરળ રાજ્યમાં ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. 35 જેટલા ગુનાને અંજામ આપનાર બીકાને ઝડપવા ગયેલી એટીએસની ટીમને પિસ્ટલ, 5 નંગ કારતુસ અને બેગમાંથી પિસ્ટલ અને તમંચો મળી આવ્યા હતા.

ડીસાથી જેલ તોડી ભાગી ગયેલો બીકા અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાંથી લૂંટનો આરોપી છે. જ્યારે વર્ષ 2016માં અરવિંદ બીકા (Arvind Singh Bika) આબુરોડ પરથી પોલીસ પર ફાયરિંગ કરી હત્યાના આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે નોવીને પોલીસના જાપ્તામાંથી ભગાડી ગયો હતો. બીકાને સીરોહીમાં પણ યુવક પર ફાયરિંગ કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપી રોફ જમાવાવ માટે હથિયાર સાથે ધમકી ભર્યા વિડીયો અને પોસ્ટ પણ કરતો રહેતો હતો.

ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં 35 જેટલા ગુના આચરી જેલ તોડી ભાગી છૂટેલો ખુંખાર ગુનેગાર અમદાવાદ ખાતેથી ગુજરાત એટીએસે પકડી પાડ્યો છે. 18 જૂલાઈના રોજ બીકા અમદાવાદમાં આવતો હોવાની એટીએસના પી.આઈ. કોરોટને બાતમી મળતા શહેરના હિરાવાડી ચાર રસ્તા પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. લૂંટ, ધાડ, જેલ તોડવા અને પોલીસના હાથમાંથી સહઆરોપીઓને ફાયરિંગ કરીને ભગાડી જવાના આરોપ ધરાવતો બીકા કેટલો ખુંખાર છે તે પોલીસ સારી રીતે જાણતી હતી. પોલીસે બીકાને ઝડપવા માટે પુરતી તૈયારી કરી રાખી હતી પરંતુ સદનસિબે કોઈ મોટી કાર્યવાહી કરવાની પોલીસને જરૂર પડી ન હતી.

આરોપી અરવિંદસીંઘ ઉર્ફ અરવિંદ શેતાનસીંઘ બીકાને જ્યારે પોલીસે હિરાવાડી ચાર રસ્તા પાસેથી સાંજના સમયે ઝડપી પાડ્યો હતો. ત્યારે બીકાની કમરે 5 રાઉન્ડ કારતુસ સાથેની પિસ્ટલ મળી હતી. પોલીસે બીકાના ખભે રહેલા બેગને ચેક કરતા તેમાંથી 1 પિસ્ટલ અને 1 તમંચો મળી આવ્યો હતો. પોલીસે આ બંને પિસ્ટલ અને તમંચાને કબ્જે કરી બીકાની ધરપકડ કરી હતી.

Must Read