Kutch news : તાજેતરમાં પંજાબના એસબીએસ નગર પોલીસે ગુજરાતમાંથી આવી રહેલી એક ટ્રકના ટૂલબોક્ષમાં છુપાવેલુ 38 કિલો હેરોઇન કબજે કર્યું હતું. જેમાં પંજાબ પોલીસે (Punjab Heroin Drug Case) આરોપી ટ્રક ડ્રાઇવર કુલવિંદર રામ ઉર્ફે કિંડા અને તેના સાથી બિટ્ટુ સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી હતી.
આ પ્રકરણનો રેલો છેક કચ્છ સુઘી લંબાયો હતો. પંજાબમાં ઝડપાયેલું હેરોઇન કચ્છમાંથી ભરી આપવામાં આવ્યું હોવાની જાણકારી મળતા ગુજરાત ATS ની ટીમ કામે લાગી હતી.
વધુ વાંચો- ગણપતિ મહોત્સવમાં આગનો ખેલ કરવો ભારે પડ્યો જૂઓ વીડિયો
પ્રાપ્ત વિગત અનુસાર, પંજાબથી ઝડપાયેલો માદક પદાર્થ જે ટ્રકમાં મળી આવ્યો હતો તે ટ્રક કચ્છમાંથી ભરાઇને આવ્યો હોવાની માહિતી મળતા ATSના PI એમ.એસ.ત્રિવેદી તેમજ સી.એચ.પનારાને કચ્છ રવાના કરવામાં આવ્યા હતા.
ગુજરાત ATS ની. ટીમ ટેક્નિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીઓને શોધી કાઢવામાં સફળ થઇ હતી. જેમાં કચ્છના ગુવાર ગામ પાસે આવેલા લખ્ખી ગામના ઉમર ખમીસા જત અને હારૂન જતની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. તેમની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
વધુ વાંચો- રાજકોટમાં ફેમશ થવા જોખમી સ્ટંટ કરતા યુવકોને પોલીસ કેવો કાયદાનો પાઠ ભણાવ્યો જૂઓ
પ્રાથમિક પુછપરછમાં બંને આરોપીઓએ પોતાનો ગુનો કબુલી લીધો હતો, તેમજ આ હેરોઇન પાકિસ્તાનના ગુલ મોહમ્મદ દ્વારા મોકલવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી. ગુજરાત ATS દ્વારા પકડાયેલા બંને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.