HomeગુજરાતઅમદાવાદAAP ના ઈસુદાનનો દારૂનો રિપોર્ટ પોઝિટિવ ! BJP નિમ્નકક્ષાની રાજનિતી કરે છે:...

AAP ના ઈસુદાનનો દારૂનો રિપોર્ટ પોઝિટિવ ! BJP નિમ્નકક્ષાની રાજનિતી કરે છે: Isudan Gadhvi

-

Ahmedabad અમદાવાદ: રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતીની પરીક્ષા (Exam) લેવાય તેના 3 દિવસ પહેલા જ પેપેર ફૂટી (Paper leak) ગયુ હતુ. આ ઘટનાના અંતે સરકારે પણ સ્વિકાર કરી લીધો હતો. આ પેપર લીક કાંડ મામલે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ્ (Kamlam) ખાતે પણ આમ આદમી પહોંચી વીરોધ પ્રદર્શીત કર્યો હતો. કમલમ્ પર પહોંચેલા આપ (AAP) ના કાર્યકરો તેમજ નેતા ઈસુદાન (Isudan Gadhvi) પર ભાજપના (BJP) મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે છેડતીનો આક્ષેપ કર્યો હતો.

છેડતીના આક્ષેપ સહિત ઈસુદાન દારૂ પીધેલા હોવાના આક્ષેપને પગલે તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટ માટે લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક મેડિકલ રિપોર્ટ નોર્મલ હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં હેવ ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે મામલે ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન દ્વારા ઈસુદાન વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.

ઈસુદાનનો દારૂનો રિપોર્ટ પોઝિટિવ - BJP નિમ્નકક્ષાની રાજનિતિ કરે છે: Isudan Gadhvi
Gandhinagar BJP કાર્યાલય Kamalam ખાતે પહોંચેલાAAP કાર્યકરો

આ મામલે ઈશુદાને મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, ભાજપ નિમ્નકક્ષાનું રાજકારણ કરી રહ્યું છે. મેં મારા જીવનમાં ક્યારેય પણ દારૂ પીધો નથી. હું ઈશ્વરના સોગંદ પર જણાવુ છું કે મેં ક્યારેય દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને ગોળી મારશો તો પણ જનતા માટે મરવા હું તૈયાર છું.

આપ નેતા મહેશ સવાણીએ મીડિયાને જણાવ્યું હતુ કે, જ્યારે ઈસુદાનનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તો હવે આ રિપોર્ટ પોઝિટિવ કેમ આવ્યો ? અને આ રિપોર્ટ ઘટનાના 12 દિવસ બાદ કેમ આવ્યો ? આ ઉપરાંત હજૂ સુધી ઘટનાના સી.સી.ટી.વી ફૂટેજ કેમ સામે નથી આવતા ?

હાલ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના આક્ષેપોને બળ મળવા લાગ્યુ છે, તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દૌર શરૂ થયો છે. જેના કારણે રાજ્યની રાજનિતીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Must Read