Homeગુજરાતમોટા સમાચાર: 22 IPS અધિકારીની બદલી જાણો કોણ ક્યાં મુકાયું

મોટા સમાચાર: 22 IPS અધિકારીની બદલી જાણો કોણ ક્યાં મુકાયું

-

Gujarat 22 IPS Transfer : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2022 એકદમ નજીક આવી ગઈ હોય પોલીસ અધિકારીઓની બદલીનો મોટો દૌર શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળો વચ્ચે આજરોજ તારીખ 17 સ્પટેમ્બરના રોજ Gujarat Police ના 22 IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.

રાજ્યમાં કયા IPS અધિકારીની ક્યાં બદલી ? IPS Transfer

  1. IPS એમ.ડી જાની SRPF કમાન્ડન્ટ ગ્રુપ 1 વડોદરાની બદલી કરી SRPF ગ્રુપ 6 મુડેટી સાબરકાંઠામાં મુકવામાં આવ્યા.
  2. IPS આર.ટી. સુસરાની સુરત ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની બદલી કરી સુરત ઝોન 1ના ડીસીપી તરીકે મુકવામાં આવ્યા.
  3. IPS સુધા એસ. પાંડે કમાન્ડન્ટ SRPF ગ્રુપ 16 ભચાઉની બદલી કરી રાજકોટ SRPF ગ્રુપ 13 તરીકે નીમણૂક કરાઈ.
  4. IPS એસ.વી. પરમાર ડીસીપી ઝોન-1 સુરત શહેરની બદલી કરી રાજકોટ રાજકોટ સીટી ઝોન-1 તરીકે મુકવામાં આવ્યા.
  5. IPS ઉષા રાડા ડીસીપી સુરત શહેરની બદલી કરી સુરત શહેરના ઝોન-3 તરીકે નીમણૂક કરાઈ.
  6. IPS અજીત રાજીન આણંદ એસ.પી.ની બદલી કરી અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી તરીકે મુકવામાં આવ્યા.
  7. IPS પ્રવીણકુમાર મીણા ડીસીપી ઝોન-1 રાજકોટ શહેરની બદલી કરી આણંદના એસ.પી. તરીકે મુકવામાં આવ્યા.
  8. IPS બી.આર પટેલ સુરત શહેર ડીસીપી ઝોન-2ની બદલી કરી સુરત શહેર ઝોન-6માં નિયુક્ત કરવામાં આવ્યા.
  9. IPS સાગર બાગમારની સુરત શહેર ઝોન-3ની બદલી કરી સુરત શહેર ઝોન-4માં નિમણૂંક કરાઈ.
  10. IPS વિશાખા ડબરલ ભરૂચના જંબુસરના આસીસ્ટન્ટ સુ્પીટેન્ડન્ટ ઑફ પોલીસ પદેથી બદલી કરી સીનીયર પે સ્કેલની બઢતી સાથે SRPF, ONGC ગ્રુપ 15 મહેસાણા નિયુક્તી કરાઈ.
  11. IPS શ્રીપાલ શેસમાં આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઑફ પોલીસ વાપીથી બદલી કરી પે સ્કેલની બઢતી સાથે SRPF ગ્રુપ -3 મડાણા બનાસકાંઠાના કમાન્ડન્ટ તરીકે નિયુક્તી કરાઈ.
  12. IPS સફીન હસન મુસ્તુફાઅલીની આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ભાવનગરની બદલી કરી પે સ્કેલની બઢતી સાથે અમદાવાદ શહેરના ટ્રાફીક વિભાગના ડીસીપી તરીકે મુકવામાં આવ્યા.
  13. IPS વિજયસિંહ ગુર્જર આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઑફ પોલીસ ઝાલોદ,દાહોદની બદલી કરી અને પે સ્કેલની બઢતી સાથે SRPFના ગ્રુપ-14 કલગામ, વલસાડ ખાતે નિયુક્ત કરવામાં આવ્યા.
  14. IPS પુજા યાદવ આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઑફ પોલીસ થરાદ,બનાસકાંઠાની બદલી કરી પે સ્કેલની બઢતી સાથે ટ્રાફિક ડીસીપી રાજકોટ શહેર તરીકે નિમણૂક કરાઈ.
  15. IPS વિકાસ સુંડા આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઑફ પોલીસ વેરાવળ, ગીરસોમનાથની બદલી કરી પે સ્કેલની બઢતી સાથે કોસ્ટલ સિક્યોરીટી ગાંધીનગરના એસ.પી. તરીકે નિમણૂક કરવામાં આવી.
  16. IPS ઓમ પ્રકાશ જાટ આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઑફ પોલીસ વેરાવળ, ગીર સોમનાથની બદલી કરી પે સ્કેલની બઢતી સાથે એટીએસ અમદાવાદ શહેરના એસપી તરીકે મુકવામાં આવ્યા.
  17. IPS ભગીરથ ગઢવી ડીસીપી ટ્રાફિક અમદાવાદ શહેરની બદલી કરી સુરત શહેરના ઝોન-2ના ડીસીપી તરીકે નિયુક્ત કરાયા
  18. IPS હરપાલસિંહ એમ. જાડેજા SRPFના કમાન્ડન્ટ ગ્રુપ-12 ગાંધીનગરને SRPFના ગ્રુપ 1 વડોદરા ખાતે કમાન્ડન્ટ તરીકે મુકવામાં આવ્યા.
  19. IPS હર્ષદ મહેતા ડીસીપી ઝોન-4 સુરત શહેરની બદલી કરી ડીસીપી ઝોન-5 સુરત શહેર તરીકે મુકવામાં આવ્યા.
  20. IPS ફાલ્ગુનીબેન રાવલની રાજકોટ SRPF ગ્રુપ 13ની બદલી કરી ગાંધીનગર ખાતે SRPF ગ્રુપ12 તરીકે મુકવામાં આવ્યા.
  21. IPS જશુભાઈ એન. દેસાઈ ડીસીપી (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત શહેરની બદલી કરી સુરત સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડ તરીકે નિયુ્કત કરવામાં આવ્યા.
  22. IPS જ્યોતી પી. પટેલ એસ.પી.ટેકનીકલ સર્વિસીસ ગાંધીનગરની બદલી કરી વડોદરા શહેરના ટ્રાફિક વિભાગના ડીસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

વધુ વાંચો- મચ્છર દુર કરવા યુવતીએ ભડકો કર્યો દાઝી જતા શંકાસ્પદ મોત: રાજકોટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...