Homeગુજરાત14મી વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાના એંધાણ, બજેટ ચૂંટણીને ધ્યાને રાખી બન્યાની...

14મી વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાના એંધાણ, બજેટ ચૂંટણીને ધ્યાને રાખી બન્યાની શક્યતા

-

આજના તાજા સમાચાર ગુજરાત, ગુજરાતના સમાચાર : આજરોજ ગુજરાતની 14મી વિધાનસભાના બજેટ સત્રનો Budget session Gujarat 2022 પ્રારંભ થયો હતો. આવતીકાલે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ FM Kanu Desai બજેટ રજૂ કરશે. આજરોજ સદનમાં Gujarat Assembly રાજ્યપાલના સંબોધન સાથે સત્રની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને Lata Mangeshkar શ્રધ્ધાંજલી આપવામાં આવશે. રાજ્યપાલ સંબોધન વખતે જ વિરોધ પક્ષ કોંગ્રસે હોબાળો મચાવી આક્રમક મૂડ બતાવ્યો હતો.

રોષ પારખી રાહત આપવાનો થશે પ્રયાસ

રાજ્યની 14 ગુજરાત વિધાનસભાના 14th Gujarat Vidhansabha પ્રારંભ સાથે જ આવતીકાલે બજેટ રજૂ કરવામાં આવશે. શક્યતાઓ છે કે ચૂંટણીને ધ્યાને રાખી કર ઘટાડો કે કર વિહોણું બજેટ રજૂ થઈ શકે છે. સાથે જ લોકોને કેટલીક નવી યોજનાઓ પણ બજેટમાં જોવા મળી શકે છે. સરકાર ખેડૂતો, શિક્ષિત બેરોજગારો અને વેપારી વર્ગના રોષને પારખી તેમને ખુશ કરવાના પુરા પ્રયાસ કરી શકે છે. આ બજેટ સત્ર કુલ 26 બેઠકોમાં મળશે જેનું સમાપન તારીખ 31 માર્ચના રોજ થશે.

વઘુ વાંચો – ટેટ પાસ ઉમેદવારોમાં પ્રવાસી શિક્ષકોના નિર્ણય સામે રોષ કેમ ભભુક્યો જાણ

વધુ વાંચો – પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ જીવન ટુંકાવ્યું, મોટા માથાઓ સામે છે આક્ષેપ

ગુજરાતના સમાચાર – 14મી વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાના એંધાણ

રાજકોટ પોલીસ અને પેપર લીક કાંડ સહિતના મુદ્દે સરકાર ઘેરાશે

બજેટ સત્રમાં કોંગ્રેસ આકરા તેવર બતાવે તેવી પ્રબળ શક્યાતાઓ છે. જેમાં કોંગ્રેસ મુખ્યવે પેપર લીક કાંડ, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ અને ગોડસે વાદી વિચારધારાના ફેલાવા સાથે જ ખેડૂતોના પ્રશ્નો પણ સરકાર સામે ઉઠાવશે. શિક્ષિત બેરોજગારોની સંખ્યા તેમજ પૂર્વ મુખ્યમંત્રી પર કથિત આક્ષેપો મામલે કોંગ્રેસ સરકારને ઘેરે તેવી પુરી શક્યાતાઓ છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ રાજકોટમાં પોલીસના કથિત કાંડ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી પર સહારા જમીન મામલે કોંગ્રેસના વિરોઘ પક્ષના નેટા સુખરામ રાઠવાએ આરોપ મુક્યા હતા. જેથી કોંગ્રેસ આ મામલે સરકારને ઘેરશે તેવી શક્યાતાઓ પ્રબળ છે.

બજેટ રજૂ કરતા પહેલા જ નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, બજેટ રાહત આપનાર અને મહિલાઓ, માછીમારો, ખેડૂતો, નોકરીયાત વર્ગ તેમજ યુવાનો માટે ખુબ સારૂ રહેશે. આવતીકાલે ગુરૂવારના દિવસે તેઓ બજેટ સત્રમાં બજેટ રજૂ કરશે.

જૂઓ વીડિયો: યુધ્ધગ્રસ્ત યુક્રેનના રાજદૂત ‘મહાશિવરાત્રી’ પર શું બોલ્યા

ભૂપેન્દ્ર સરકારનું પ્રથમ બજેટ સત્ર તોફાની રહેશે

રાજ્યના બજેટમાં નવી યોજનાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની બાબતો પર જોર મુકવામાં આવે તેવા અહેવાલ છે. સાથે જ લેન્ડ ગ્રેબિંગ, કૃષી મહેસૂલ વિભાગના સુધારા વિધેયકો પણ પસાર કરવામાં આવશે. આ તમામ બાબતો વચ્ચે સરકાર પર દબાણ રહેશે વિપક્ષનું કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનુ પ્રથમ બજેટ છે, અને તે પહેલા જ રાજ્યમાં કેટલાક મોટા આક્ષેપો બહાર આવ્યા છે. જેથી વિપક્ષને સરકારને ઘેરવામાં સરળતા રહેશે. ટૂંકમાં કહીઓ બજેટ સત્ર તોફાની રહે તેવા એંધાણ છે.

26 દિવસ ચાલશે 9 રજા આવશે

બજેટ સત્ર કુલ 26 બેઠકમાં મળવા જઈ રહ્યું છે. આજરોજ 2 માર્ચથી શરૂ થેયેલુ સત્ર 31 માર્ચે સમાપ્ત થશે. આ સત્ર દરમિયાન કુલ 9 રજાઓ આવશે ત્યારે કોઈ કામગરી કરવામાં આવશે નહી. સાથે જ કોરોનાની સ્થિતની ધ્યાને રાખી ગૃહમાં વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે જ સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે અને કોરોના ટેસ્ટ ફરજીયાત નહીં પણ રસીના બંને ડોઝના સર્ટીફિકેટની ચકાસણી પ્રવેશ પહેલા કરવામાં આવશે.

Must Read