HomeગુજરાતGSRTCની બસોને શામળાજી અટકાવી દેવાઈ, રાજસ્થાનની સ્થિતીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

GSRTCની બસોને શામળાજી અટકાવી દેવાઈ, રાજસ્થાનની સ્થિતીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

-

GSRTC News અરવલ્લી : રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ ટેલરની હત્યા બાદ સ્થિતી તણાવપૂર્ણ જોવા મળી રહી છે. હત્યાના વિરોધમાં રસ્તા પર મોટી સંખ્યામાં સર્વે સમાજના લોકો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. ત્યારે આ રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોવા મળ્યા હતા. ઉપરાંત વિરોધ પ્રદર્શન કરતા સંગઠનો દ્વારા વિવિધ શહેરો બંધના એલાન આપવામાં આવ્યા હતા. આ સ્થિતીમાં ગુજરાતથી રાજસ્થાન જતા પરિવહનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા બાદ આજરોજ તારીખ 30 જૂને રાજસ્થાનમાં વાતાવરણ તંગ જોવા મળ્યો હતો. રાજસ્થાનના જયપુર અને ઉદયપુર સહિતના શહેરોમાં બંધના એલાન આપવામાં આવ્યા હતા. બંધના એલાન વચ્ચે ગુજરાતથી રાજસ્થાન જતા વાહનો ડુંગરપુર પાસેની રતનપુર બોર્ડર પર અટવાયા હતા. ગુજરાતની બસ રાજ્યના છેલ્લા બસ સ્ટેન્ડ શામળાજી નજીક અટકાવી દેવાયા હતા.

GSRTCની બસોને શામળાજી અટકાવી દેવાઈ: રાજસ્થાનની સ્થિતીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય GSRTC News

બીજી તરફ તમામ મુસાફરોને શામળાજીથી રાજસ્થાન તરફ જતી અન્ય બસો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નાથદ્વારા અને ઉદયપુર જતી બસોને પણ શામળાજી બસ સ્ટેન્ડ નજીક રોકી દેવામાં આવી છે.

રાજ્યની સરકારી બસ સેવા GSRTC ની બસ આગામી આદેશ સુધી રાજસ્થાનમાં જવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તદ્ઉપરાંત હાલ રાજસ્થાનમાં હોય તે બસને પરત પણ બોલાવવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. GSRTC સિવાયની તમામ ખાનગી બસો રાબેતા મુજબ ચાલી રહી છે.

વધુ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ ધરાશાયી: રાજકોટ

Must Read