Education News Gujarati અમદાવાદ : ધોરણ 10ના પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત નજીક આવી ગયો છે. સાથે જ વિદ્યાર્થીઓના ઉનાળુ વેકેશનની પણ પુર્ણાહુતી થવા જઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ માટે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવે તે સ્વાભાવિક છે. રાજ્યમાં ગુજરાત બોર્ડ [Gujarat Education Board Result 2022]ના ધોરણ 10 [Std 10] ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ વચ્ચે યોજાઈ હતી. ખુબ મહેનત અને અભ્યાસ કરી બાળકોએ પરીક્ષાના પેપર લખ્યા હોય ત્યારે આતુરતાતો રહેવાની જ છે. પણ હવે વધું રાહ જોવાની નથી થોડા જ દિવસોમાં આતુરતાનો અંત આવી જશે. કારણ કે જૂનમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા [Std 10 Exam Result]નું પરિણામ આવી શકે તેવા અહેવાલ મળી રહ્યાં છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જૂન 2022માં જાહેર થાય તેવી શક્યાતા છે. રાજ્યના બોર્ડે HSC [GSEB Std 12th Result 2022] અને SSC [GSEB Std 10th Result 2022]નું પરિણામ જાહેર કરવા માટે હાલ સુધી તો કોઇ તારીખ કે સમય જાહેર કર્યો નથી. પંરતુ સુત્રો પાસેથી મળતા અહેવાલો મુજબ 15 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પરિણામ સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે.
પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓના પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરશે. સાથે જ ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરિણામની રાહ જોઇ રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
GSEB SSC Result 2022: ધોરણ 10નું પરિણામ ક્યારે ? આ રીતે ચેક થશે ઓનલાઈન પરિણામ

કેવી રીતે જોઈ શકાશે ઓનલાઈન પરિણામ – GSEB Class 10, 12 Result 2022: Steps to download
- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 પર જાઓ.
- વેબસાઈટ પર ‘GSEB HSC પરિણામ 2022 અથવા GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- તે પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- GSEB પરિણામ 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.