Homeહેલ્થGreen-Tea અને Lemon-Tea પછી હવે આવી Almond Tea, જાણો ફાયદા...

Green-Tea અને Lemon-Tea પછી હવે આવી Almond Tea, જાણો ફાયદા…

-

Janva Jevu Gujarati Green Tea અને Lemon Tea પછી હવે આવી Almond Tea , Know Benefits

તમે દરરોજ બદામ (Almond) ખાવાના ફાયદાઓ જાણતા હશો, પરંતુ તમે ભાગ્યે જ બદામની ચા (Tea) અજમાવી હશે. આ ચા પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ (Health Benefits) થશે. બદામમાં ફાયબર (Fiber), પ્રોટીન, હેલ્થી મોનોસેચ્યુરેટેડ ફેટ (Fat) જેવા ઘણા મહત્વના પોષક તત્વો (Nutrition) હોય છે. તેમાં ઉચ્ચ પોષણ, એન્ટીઓકિસડન્ટ, હેલ્થી ફેટ, વિટામિન્સ (Vitamin) અને ખનિજો (Minerals) હોય છે, જે તમને ઘણા રોગોથી બચાવે છે.

બદામમાં ઉચ્ચ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ (Anti occident) કોષોને ઓક્સિડેટીવ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે. ઉંમર સંબંધિત રોગો પાછળ ઓક્સિડેટીવ નુકસાન મુખ્ય કારણ છે.

વિટામિન ઇ

વિટામિન ઇ ચરબી દ્રાવ્ય એન્ટીઓકિસડન્ટ પરિવાર સાથે સંબંધિત છે અને બદામને વિટામિન ઇનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. શરીર માટે જરૂરી વિટામિન ઇ બદામ દ્વારા લેવાથી, શરીરને ઘણા ફાયદા મળશે.

બ્લડ સુગર લેવલ

બદામની ચા મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. ઉચ્ચ મેગ્નેશિયમ વપરાશ ટાઇપ 2 ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમ (metabolic syndrom)જેવા રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં

ઘણા અભ્યાસોમાં બહાર આવ્યું છે કે બદામ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવામાં અસરકારક છે. બદામની ચા પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે અને તે હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે.બદામમાં પ્રોટીન અને ફાઈબર વધારે હોય છે અને કાર્બોહાઈડ્રેટ ઓછા હોય છે. અભ્યાસ મુજબ બદામની ચા પીવાથી તમને વારંવાર ભૂખ લાગતી નથી.

હૃદય માટે

બદામની ચા પીવી હૃદય માટે સ્વસ્થ છે. તે તમને શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ કરે છે.

બદામની ચા કેવી રીતે બનાવવી ?

બદામને એક વાટકીમાં આખી રાત પલાળી રાખો, અને બીજા દિવસે તેની છાલ ઉતારીને બદામનો પાવડર બનાવો. તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવો અને પછી એ પેસ્ટમાં પાણી ઉમેરીને તેને ઉકાળો. બદામની પેસ્ટને થોડી વાર ઉકળવા દો અને તે પછી તમે તેને ગરમ કે ઠંડુ કરીને પી શકો છો.

Must Read