Homeગુજરાતરાજકોટલાઇસન્સવાળા હથીયાર જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

લાઇસન્સવાળા હથીયાર જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

-

કલેકટર(Collector) અરુણ મહેશ બાબુ(Arun Mahesh Babu) એ જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણીને(Gram Panchayat election) અનુલક્ષીને જાહેરમાં પરવાના વાળા હથિયાર લઈને(Ban licensed weapons in public place) નીકળવા બાબત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.

રાજકોટ – રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની(Gram Panchayat Election) સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચુંટણી નું મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ અને મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ યોજાશે. આ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે હેતુથી રાજકોટના કલેકટર(Rajkot Collector) અરૂણ મહેશ બાબુએ નીચે મુજબના હુકમો જારી કર્યા છે.

તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં કોઇ પણ સક્ષમ અધિકારીએ આપેલ લાઇસન્સવાળા હથીયાર જાહેરમાં પ્રદર્શિત કરવા તેમજ હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધ રહેશે. રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તાર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકિતઓએ પણ હથિયાર ધારણ કરવું નહી અથવા હથિયાર સાથે જાહેરમાં ફરવું નહીં.

આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ વ્યકિતગત હથીયાર, પરવાના હેઠળના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ હથીયારો તાત્કાલિક અસરથી સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. સંબંધીત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથીયાર તા.૨૪/૧૨/૨૦૨૧ પછી તરત જ પરત કરવાનું રહેશે.

જાહેરનામું : ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી ચોપાનીયા કે ભીંતપત્રો છાપવા કે પ્રસિધ્ધ કરવા નિયંત્રણ અંગે

જાણો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જિલ્લામાં શું પ્રતિબંધો લગાવ્યા ?

જે હથીયાર પરવાના રીન્યુઅલ અર્થે અત્રેની કચેરીમાં રજુ કરેલ હોય તેવા હથીયારોના પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુઅલ અરજી રજુ કર્યાની કોમ્પ્યુટરાઇઝડ પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઇ કરી જમા લેવાના રહેશે અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.

જમા લેવાયેલ હથિયારો સલામત અને સુરક્ષીત રીતે રાખી તેની પહોંચ આપવાની રહેશે તથા ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશે. હથીયારના પરવાનેદારોએ સંબંધીત પોલીસ સ્ટેશનમાં ફકત પરવાનાવાળા હથીયારો જમા કરાવવાાના રહેશે, તેના કાર્ટીસ/દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી.

આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. હથિયાર પરવાનો ધરાવતા, રાજ્ય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવનાર, માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ/કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય, સક્ષમ અધિકારીએ ખાસ પરવાનગી આપેલ હોય, તેમને આ હુકમો લાગુ પડશે નહીં.

Must Read