Homeરાષ્ટ્રીયશામાટે બે વર્ષ સુધી લોકોના કોલિંગનો રેકોર્ડ રાખવાનો સરકારે આદેશ આપ્યો જાણો

શામાટે બે વર્ષ સુધી લોકોના કોલિંગનો રેકોર્ડ રાખવાનો સરકારે આદેશ આપ્યો જાણો

-

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ શા માટે બે વર્ષ સુધી લોકોના કોલિંગનો રેકોર્ડ રાખવાનો આદેશ આપ્યો Government order Keep call records for two years

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ DOT એ યુનિફાઇડ લાયસન્સ એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે અને ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ તેમજ અન્ય તમામ ટેલિકોમ લાઇસન્સધારકોને મુખ્ય આદેશ આપ્યો છે. વિભાગે ટેલિકોમ કંપનીઓને લોકોના કોલ રેકોર્ડનો ડેટા બે વર્ષ સુધી(call records for two years) રાખવાનો આદેશ આપ્યો છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ઘણી સુરક્ષા એજન્સીઓની વિનંતીને પગલે આ વધારાનો સમય વધારવામાં આવ્યો છે અને હાલમાં આ કોલ રેકોર્ડનો ડેટા 18 મહિના માટે સેવ કરવામાં આવતો હતો.

ડી.ઓ.ટી. એ 21મી ડિસેમ્બરના રોજ નોટિફિકેશન દ્વારા તમામ કોલ ડિટેઈલ રેકોર્ડ એક્સચેન્જ ડિટેઈલ રેકોર્ડ અને નેટવર્ક કોમ્યુનિકેશન આઈપી રેકોર્ડ બે વર્ષ માટે સેવ કરવા જણાવ્યું છે અને આના પાછળ મુખ્ય હેતુ સુરક્ષાનો ગણવામાં આવ્યો છે.

સરકાર નોટિફિકેશન જણાવે છે કે ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓએ બે વર્ષના સમયગાળા માટે સામાન્ય IP વિગતોના રેકોર્ડ ઉપરાંત “ઈન્ટરનેટ ટેલિફોની” વિગતો પણ જાળવવી પડશે.

વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું “તે એક પ્રક્રિયાગત આદેશ છે ઘણી સુરક્ષા એજન્સીઓએ અમને કહ્યું કે તેમને એક વર્ષ પછી પણ ડેટાની જરૂર હોય છે કારણ કે મોટાભાગના કેસોમાં તપાસ લાંબા સમય સુધી ચાલે છે માટે અમે આ ઓર્ડર માટે તમામ સર્વિસ પ્રોવાઈડર સાથે મીટિંગ કરી છે.

આ આદેશ પર ટેલિકોમ કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પણ આવો ડેટા કાઢી નાખવામાં આવે છે તે પહેલા તેની માહિતી ઓફિસ અને તે ડેટા સાથે સંબંધિત અધિકારી બંનેને આપવામાં આવે છે. માહિતી પ્રદાન કર્યા પછીના 45 દિવસ પછી ડેટા કાઢી નાખવામાં આવે છે.

ટેલિકોમ કંપનીના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ડેટાને બે વર્ષ માટે રાખવા માટે વધારાનો ખર્ચ નહીં થાય કારણ કે આ ડેટા ટેક્સ્ટ સ્વરૂપમાં સંગ્રહિત હોય છે તેથી વધુ જગ્યાની જરૂર રહેતી નથી. આમાંના મોટાભાગના ડેટામાં કોલ કોણે કર્યો હતો અને કોલનો સમયગાળો કેટલો હતો તેની માહિતી ધરાવે છે.

Must Read