Government jobs in Gujarat 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાના રાજીનામા બાદ ઈન્ચાર્જ તરીકે એ. કે. રાકેશ પર જવાબદારી આવી ગઈ છે. ત્યારે પરીક્ષઓમાં કોઈ ગેરરીતી ન થાય અને સમયસર સારી રીતે પરીક્ષા લેવાય તે માટે તેઓ સમય લઈ રહ્યા છે. જેના પગલે બિન સચિવાલયની પરિક્ષા નિયત સમય કરતા પાછી ઠેલવી દેવાઈ છે. ત્યારે CPT સિનિયર ક્લાર્ક (કૉમ્પ્યુટર) ની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જૂઓ વીડિયો: આવી રીતે બસમાં ચડતા લોકોને ભીડ ન નડે
જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા
Government jobs in Gujarat 2022 વધુ એક સરકારી ભરતી પરીક્ષા પાછળ ઠેલાઈ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1497 જગ્યા માટે પ્રિલીમનરી એક્ઝામ બાદ કોમ્પ્યુટર ટેસ્ટ કરવાનું આયોજન કરાયુ હતુ. જે માટે ભરતીના લાયક ઉમેદવારો માટે તારીખ 24-02-2022 થી 27-02-2022 સુધી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ (CPT) નું આયોજન કરાયુ હતુ. પરંતુ કોઈ કારણે ચેરમેન એ. કે. રાકેશે ટ્વિટર પર ટ્વિટ કરી માહિતી આપી હતી કે CPT સિનિયર ક્લાર્કની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે.
સાથે જ તેમને વધારે માહિતી મેળવવા માટે gsssb.gujarat.gov.in પર અપડેટ રહેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બિન સચિવાલયની પરીક્ષા પણ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.