Government job in Gujarat : રાજકોટ મહાનગરપાલિકાની (RMC) જુનિયર ક્લાર્કની કુલ-૧૨૨ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા તા.૨૪/૧૦/૨૦૨૧ ના રાજ્યના કુલ-૦૬ કેન્દ્રો રાજકોટ (Rajkot), અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), ગાંધીનગર (Gandhinagar), જુનાગઢ (Junagadh) અને જામનગર (Jamnagar) ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી આ લેખિત પરીક્ષાના કુલ ઉમેદવારો-૪૫,૩૯૭ નોંધાયેલ હતા.
Government job in Gujarat – RMC ની 112 જગ્યાઓની ભરતી માટે મહત્વની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાનું પરિણામ તા.૦૭/૦૧/૨૦૨૨ નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ જગ્યાના કેટેગરી વાઈઝ મેરીટનાં અગ્રતાક્રમ ધરાવતા ૦૬(છ) ગણા ઉમેદવારોનું મેરીટલીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર તા.૧૧/૦૧/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની કુલ-૧૨૨ જગ્યાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર હોય જેની અલગથી ઉમેદવારોને રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવા મોબાઈલ એસ.એમ.એસ. થી જાણ કરવામાં આવશે.