Government Job Exam GSSSB : તારીખ 13 ફેબ્રુઆરી રવિવારના રોજ નિયત થયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા Bin Sachivalay clerk exam 2022 મોકૂફ રાખાવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે ઉમેદવારો દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB પર રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે એક મહત્વની બેઠક યોજાય હતી.
Government Job Exam બિન સચિવાલય પરીક્ષાના મહત્વના સમાચાર Bin Sachivalay Exam 2022
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની મોકૂફી બાદ એ.કે. રાકેશ અને પંકડ કુમાર દ્વારા એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું હતુ કે, એ.કે. રાકેશ અને પંકજ કુમાર દ્વારા પરીક્ષાના આયોજન અંગે સમિક્ષા કરી હતી. તેમજ હવે પરીક્ષા નવી SOP મુજબ લેવામાં આવશે.
તેમણે ઉમેર્યુ હતુ કે, પરીક્ષાનું આયોજન સુચારૂ રીતે થાય તે માટે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ હાલ ભરતી પરીક્ષા માટે ટ્રાન્સપોર્ટેશન, પ્રિન્ટીંગ પ્રેસ સહિતની વ્યવસ્થાઓ સારી રીતે થાય તેના પર કામ ચાલી રહ્યું છે. હવે પરીક્ષા લેવાશે તે પારદર્શક રીતે લેવાશે જેથી કરીને ઉમેદવારોને ન્યાય મળી રહેશે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આગામી 2 માસમાં જ ભરતી પરીક્ષાનું આયોજન થઈ જશે.
પેપરલીક થવાના ભયને પગલે પરીક્ષા મોકૂફ રાખવાના સવાલ પર તેણે જણાવ્યું હતુ કે, હાલ પેપર લીક અંગે કોઈ ઘટના નોંધાઈ નથી. ચેરમેન બદલાવાના કારણે તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઈ છે. તેમજ પરીક્ષા પધ્ધતીમાં પણ ફેરફાર કરવાનો હોય તે માટે સમયની જરૂરીયાત પડે માટે આ નિર્ણય લેવાયો છે.
આ સાથે જ તેમણે SOP બાબતે પણ ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, અન્ય સંસ્થાઓની ભરતી પરીક્ષાની SOP નો અભ્ય કરવા સાથે નવીનત્તમ ટેકનોલોજીના ઉપયોગ કરવા બાબતે વિચારણા ચાલી રહી છ. સાથે જ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ત્રૂટી રહી ન જાય માટે નવી SOP બનાવવામાં આવશે.
નવી SOP માં પેપર પ્રિન્ટ કરવાથી માંડી ટ્રાન્સપોર્ટ કરવા તેમજ સ્ટ્રોંગ રૂમ ઉભા કરવા બાબતે પણ ફેરફારો કરવામાં આવશે, સાથે જ સ્ટ્રોંગ રૂમથી સેન્ટર પર પેપર પહોંચાડવાની પધ્ધતીમાં પણ સુધારા થઈ શકે છે.
