Homeરાષ્ટ્રીયજાણો સરકારે મોબાઇલ સિમકાર્ડને લગતા નિયમોમાં શું ફેરફાર કર્યા

જાણો સરકારે મોબાઇલ સિમકાર્ડને લગતા નિયમોમાં શું ફેરફાર કર્યા

-

Government change an apply new rule for sim card in India: Technology news in Gujarati.

Mobile Sim Card લગતા નિયમો બદલ્યા છે, જાણો તેનાથી સંબંધિત તમામ બાબતો

હવે નવું કનેક્શન મેળવવા અથવા પ્રિપેઇડ નંબરને પોસ્ટપેડ અથવા પોસ્ટપેઇડમાંથી પ્રિપેઇડમાં રૂપાંતરિત કરવા માટે ફીજીકલ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ટેલિકોમ કંપનીઓ ડિજિટલ માધ્યમથી આ ફોર્મ ભરી શકશે. સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

હવેથી જો તમે નવો મોબાઈલ નંબર અથવા ટેલિફોન કનેક્શન મેળવવા માંગતા હોવ તો તમારું KYC સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. એટલે કે, તમારે KYC માટે કોઈ પણ પ્રકારનું પેપર જમા કરાવવું પડશે નહીં. હવે પોસ્ટપેડ સિમ પ્રીપેડ કરવા જેવા તમામ કામ માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ માટે ડિજિટલ KYC માન્ય રહેશે.

નવા નિયમો અનુસાર, તમે સિમ પ્રોવાઇડરની એપ દ્વારા સેલ્ફ KYC કરી શકશો. આ માટે તમારે માત્ર 1 રૂપિયો ચૂકવવો પડશે.

વર્તમાન નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક પોતાનો પ્રીપેડ નંબર પોસ્ટપેડ અથવા પોસ્ટપેડથી પ્રિપેઈડમાં બદલે છે, તો તેણે દર વખતે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડતી. પરંતુ હવે KYC માત્ર એક જ વાર કરવું પડશે.

KYC માટે ગ્રાહકો પાસેથી કેટલાક દસ્તાવેજો માંગવામાં આવે છે. જો કે આ કામ જ્યાં તમે સિમ લઈ રહ્યા છો ત્યાં જઈને કરવું પડે છે, પરંતુ જો તમે જાતે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર દસ્તાવેજો અપલોડ કરીને તમારું KYC કરો છો, તો તેને સેલ્ફ KYC કહેવાય છે. આ વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા કરી શકાય છે.

આ માટે સૌથી પહેલા સિમ પ્રોવાઇડરની એપ્લીકેશન ફોનમાં ડાઉનલોડ કરવાની રહેશે. આ પછી, તમારે તમારા ફોન સાથે રજીસ્ટર કરાવવું પડશે અને વૈકલ્પિક નંબર આપવો પડશે. આ પછી તમને વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. આ પછી તમારે લોગિન કરવું પડશે અને સેલ્ફ KYC નો વિકલ્પ પસંદ કરવો પડશે, જેમાં તમારે માંગવામાં આવેલ માહિતી ભરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...