village guy beaten by villager and tie with tree, Rajasthan Bhilwada.
Rajasthan (Bhilwada): બકરી ચોરીની શંકાથી એક યુવકને ઝાડ સાથે બાંધી રાખી ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. યુવાન પર બકરી ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો, જેને લઈ કેટલાક લોકો એ એકઠાં થઈ યુવકની ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. યુવક બુમો પાડીને કહી રહ્યો હતો કે ચોર નહીં હોવાનું રટણ કરી રહ્યો હતો પણ લોકો ફટકારવાનું બંધ કરતા ન હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાના આરોપ સબબ 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
રાજસ્થાનના ભીલવાડાના માંડલગઢ વિસ્તારમાં આવેલા મોહનપુરા ગામમાં 10 દિવસ પહેલા એક બકરી ચોરી થઈ હતી. જે બકરી ચોરીની શંકા ગામના જ રહીશ રમેશ બલાઈ નામના યુવક પર કરવામાં આવી હતી. બાદમાં ગત 9 જૂલાઈના રોજ ટોળું રમેશને પકડી ગામના ચોરે લઈ ગયુ અને ત્યાં ખુબ માર માર્યો હતો. બાદમાં ટોળા એ આ યુવકને ઝાડ સાથે બાંધી માર માર્પો હતો.
રમેશને ગામના દબંગ કહેવાતા લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે. માર મારતા લોકોને રમેશ બુમો પાડીને ચોરીના મામલે સફાઈ આપતો રહ્યો, પણ લોકો માર મારતા રહ્યાં અને તેની કોઈ વાત સાંભળવામાં આવી ન હતી. રમેશને માર મારીને ઘણાં સમય સુધી ઝાડ સાથે બાંધેલો રાખ્યા બાદ તેને નીચે ઉતાર્યો હતો.
પરંતુ ગભરાયેલો રમેશ પોલીસ ફરિયાદ કરવા કે કોઈ કાર્યવાહી કરવા પણ ગયો નહીં. પણ જ્યારે સમગ્ર ઘટના કેમેરામા કેદ થઈ અને વીડિયો વાઈરલ થયો ત્યારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે 8 બદમાશોની ધરપકડ પણ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.