Homeગુજરાતગોપાલ ઈટાલિયા દ્વારકા મંદિર આવી માંગે માફી, બ્રાહ્મણો એક થાય : દંડી...

ગોપાલ ઈટાલિયા દ્વારકા મંદિર આવી માંગે માફી, બ્રાહ્મણો એક થાય : દંડી સ્વામી

-

Dev Bhumidwrka: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (AAP Gujarat President) ગોપાલ ઈટાલિયા (Gopal Italia) થોડા દિવસથી વિવાદોમાં ઘેરાયા છે. તેમના દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદનો આ વિવાદોનું મૂળ કારણ છે. ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાઈરલ (viral video) થયો છે જેમાં તેઓ કહે છે કે લોકો વર્ષોથી એક ને એક જ કથાઓ સાંભળી રહ્યાં છે. આ નિવેદનના કારણે કેટલાક લોકોમાં રોષ પ્રગટ થયો છે.

ઈટાલિયાના આ નિવેદન મામલે દ્વારકા શારદાપીઠના દંડી સ્વામીએ પણ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમને કહ્યું કે ઈટાલિયા સામે બ્રાહ્મણો એક થાય. સાથે જ જણાવ્યું કે તેઓ હિન્દૂ સંસ્કૃતિ જાણતા નથી માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યાં છે.

દંડી સ્વામી એ તો જણાવ્યું હતું કે, જો મંદિરમાં દેવતા નથી તો શા માટે સોમનાથ ગયા હતા. ઈટાલિયા નાસ્તિકતાનું પ્રદર્શન કરી પોતાની સ્થાપના કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.

ગોપાલ ઈટાલિયા એ દિવસો પહેલા આપેલા નિવેદનના વીડિયોને લઈ વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. કેટલાક લોકોની લાગણી દુભાઈ હોવાના કારણ  ડાકોર અને કપડવંજ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી હોવાના અહેવાલ છે.

દંડી સ્વામીએ ગોપાલ ઈટાલિયા નેતા થવા માટે તેમનો વિરોધ કરી રહ્યાં હોવાના આક્ષેપ સાથે ગોપાલ ઈટાલિયાને દ્વારકા મંદિરે આવીને માફી માગે તેવી માગણી કરી છે.

Must Read