Sunday, May 15, 2022

ગૂગલ બ્રાઉઝર યુઝર્સ માટે ચેતવણી, આટલું કરી લેજો તો સુરક્ષા મળી જશે

Google chrome update હાલમાં લોકપ્રીય ગૂગલ ક્રોમ બ્રાઉઝર લગભગ દરેક ઈન્ટરનેટ વપરાશ કર્તા વાપરે છે. જે ઈન્ટરનેટની દુનિયાના બાદશાહ ગણાતા ગૂગલ દ્વારા બનાવાયેલુ છે.

આ બ્રાઉઝર હાલ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર વર્ઝન પર ઉપલબ્ધ છે. પરંતુ આ બ્રાઉઝરનો વપરાશ કરતા પહેલા આ લેખ ધ્યાનથી વાંચી અને સમજી લેવો જોઈએ.

ગૂગલ ક્રોમ હાલ મોબાઈલ અને કોમ્પ્યુટર વપરાશ કરતામાં લોકપ્રિય ઈન્ટનેટ બ્રાઉઝર છે. લોકપ્રિય હોવાના કારણે હેકર્સના નિશાના પર પણ હોય તે સ્વાભાવિક છે.

માટે સાઈબર સુરક્ષાઓના ખતરનાને પહોંચી વળવા માટે સરકારી એજન્સી ઈન્ડીયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN)એ હાલમાં જ ગૂગલ ક્રોમ માટે એક એલર્ટ નોટ જાહેર કરી છે.

વધુ – ચાઈનાનો આ ખતરનાક રોબોટ જોખમી વિસ્તારોમાં પાર પાડી શકે છે સૈન્ય મીશન

ગૂગલ ક્રોમના યુઝર્સ માટે અપાયેલી આ સરકારી ચેતવણી Google Chromeના 98.0.4758.80 વર્ઝન વાપરતા ગ્રાહકોને લાગુ પડતી નથી.

પણ જે લોકો આ પહેલાનું વર્ઝન વાપરી રહ્યા છે તેમને લાગુ પડે છે. આ પહેલાના વર્ઝન વાપરતા ગ્રાહકો પર સાયબર એટેકનો ખતરો વધી જાય છે.

આ ચેતવણી ક્રોમ બ્રાઉઝરની ઘણી તકલીફો સામે આવતા આપવામાં આવી છે. વપરાશ કર્તા ગૂગલ ક્રોમનું જુનુ વર્ઝન અપડેટ કરે તો આ ખતરો નથી.

વધુ – જાણો મુસ્લિમ મહિલાઓના ફોટા હરાજી કરતી આ એપનો વિવાદ શું છે ?

માટે વપરાશ કર્તાને પોતાના ગૂગલ ક્રોમ બ્રાઉઝરને સતત મળતા અપડેટ્સ કરતા રહેવા જોઈએ. જેથી આ સંભવીત નુકશાનથી બચી શકાય છે.

માટે જો તમે હવે આપના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ વર્ઝન ઉપયોગ કરતા હોય તો તેને અપડેટ કરી લેવું જોઈએ. જેથી આપના ડેટાને સુરક્ષા મળી શકે છે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...