Homeગુજરાતરાજકોટગોંડલ તાલુકા પોલીસના વિસ્તારમાંથી નસીબનો જુગાર રમતા 4 પકડતી પાડતી LCB

ગોંડલ તાલુકા પોલીસના વિસ્તારમાંથી નસીબનો જુગાર રમતા 4 પકડતી પાડતી LCB

-

ગોંડલ ન્યુઝ : રાજકોટ રૂરલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Rural LCB) ગોંડલ તાલુકાના નવાગામની વાડીમાં દરોડો કરી જુગાર રમતા 4 આરોપી પકડી પાડ્યા હતા. પોલીસે તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડ રકમ 13,400 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આજરોજ તારીખ 3 જૂલાઈના રોજ રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police)ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, એલસીબીની ટીમે બાતમીના આધારે ગોંડલ (Gondal) તાલુકાના નવાગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો કર્યો હતો. પોલીસે આરોપી લલીતભાઈ ધીરૂભાઈ વાગડીયની નવાગામની સીમમાં ગાળાવાળા હનુમાનજી મંદિરની સામે આવેલી વાડીમાં દરોડો કરતા 4 આરોપી તીનપત્તિનો જુગાર રમતા પકડાયા હતા.

વધુ વાંચો- જુનાગઢના દરિયાકાંઠે આ રીતે મળ્યા ચરસના પેકેટ; તપાસનો ધમધમાટ શરૂ

પોલીસે આરોપી લલીતભાઈ ધીરૂભાઈ વાગડીયા ઉંમર વર્ષ 42, રાજેશભાઈ નાથાભાઈ પીત્રોડા ઉંમર વર્ષ 48, ભીખુભાઈ ગોવિંદભાઈ વઘાસીયા ઉંમર વર્ષ 60 અને કિશોરપરી જંયતીપરી ગોસાઈ ઉંમર વર્ષ 32ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી પાસેથી રુપિયા 13,400 અને ગંજીપાનાના પત્તા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા તેમજ પીએસઆઈ એસ.જે. રાણા અને એએસઆઈ મહેશભાઈ જાની સહિતની ટીમ જોડાઈ હતી

Must Read