Homeગુજરાતવિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય ગોંડલ તાલુકાની મુલાકાતે | Gondal news

વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય ગોંડલ તાલુકાની મુલાકાતે | Gondal news

-

આસ્થાના પ્રતિકસમા ગોંડલ તાલુકાના વિવિધ ધાર્મીક સ્થળોની મુલાકાત લઇ આર્શીવાદ મેળવતા વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય

વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય ગોંડલ તાલુકાની મુલાકાતે – Speaker of the legislative assembly Dr. Nimaben Acharya on a visit to Gondal

ગોંડલ(Gondal news) તા. ૧૦ ઓકટોબર – તાજેતરમાં જ રાજયની વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા(speaker of the legislative assembly) તરીકે વરાયેલા ડો નીમાબેન આચાર્યએ(Dr. Nimaben Acharya) આજરોજ ગોંડલ તાલુકાના આસ્થાના પ્રતિકસમા વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ શીશ નમાવી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

         ડો.નિમાબેન આચાર્યએ ગોંડલ તાલુકાના પ્રખ્યાત શ્રી સ્વામીનારારાણ મંદિર, રમાધામ મંદિર તથા રામજીમંદિર ખાતે મુલાકાત લઇને પૂ.હરીચરણદાસજી સહિતના સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. આ તકે તેઓએ લોકોને સમાજના ઉત્કર્ષમાં ધાર્મિક સંસ્થાઓના યોગદાનને અનિવાર્ય અને મહત્વપૂર્ણ હોવાનું જણાવતા મહિલા સશક્તિકરણ અને સામાજીક સકારાત્મક પરિવર્તનમાં નારીશક્તિના સમયોચિત સમાયોજનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

તેઓએ મહિલાઓના ઉત્કર્ષ માટે રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતો આપી આ યોજનાઓના લાભ થકી મહિલાઓએ પોતાના કુટુંબ, સમાજ અને રાજયના સામાજિક આર્થિક ઉત્કર્ષમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ તકે તેઓએ સંસ્થા દ્વારા સંચાલીત હોસ્પીટલની કામગીરીની બિરદાવી દર્દીનારાયણની સેવામાં ધાર્મિક સંસ્થાના સહભાગી થવાના પ્રયાસને અન્યો માટે અનુકરણીય ગણાવ્યો હતો.

         આ ઉપરાંત તેઓએ વિરપુર સ્થિત સંતશ્રી જલારામ બાપાની જગ્યાની મુલાકાત લઇને આસ્થાસભર શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.

         ડો. નિમાબેન આચાર્યની આ મુલાકાતમાં તેઓ સાથે ધારાસભ્ય ગીતાબા જાડેજા, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, મામલતદાર નકુમ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Must Read