Homeગુજરાતરાજકોટગોંડલની આ શાળાએ વિદ્યાર્થીનીઓને કરેલી સજાને કારણે આવી વિવાદમાં

ગોંડલની આ શાળાએ વિદ્યાર્થીનીઓને કરેલી સજાને કારણે આવી વિવાદમાં

-

Gondal news : રાજકોટ જિલ્લાના ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલ (Saint Mary School Gondal) વિવાદમાં ફસાઈ છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને 500 વખત હોમવર્ક કરવાની સજા કરવામાં આવી છે. ઉપરાંત વાલીઓનો આક્ષેપ છે કે બાળકોને બહાર ઉભા રહેવાની સજા ફટકારી હતી.

આ મામલે વાલીઓ રોષે ભરાતા કોંગ્રેસી આગેવાનો સાથે શાળાએ ઘસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેમાંગોંડલ શહેરના કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, અને યતિનદેસાઈ તેમજ વાલીઓ ટોળા સ્વરૂપે શાળા પર પહોંચ્યા હતા.

વધુ વાંચો- સુરતમાં પોલીસકર્મીની વિધવા પાસેથી લાંચ માગતો આરોપી છટકામાં ફસાયો

જ્યાં તેમણે ફરિયાદ કરી હતી કે, શાળામાં વિદ્યાર્થીનીઓને હોમવર્ક ન આવડે તો હોમવર્કમાં 5 થી 10 વખત લખવાનું કહેવાય તે વાત સમજી શકાય છે. પરંતુ હોમવર્ક 500 વખત આપવામાં આવે તેવી સજાતો અત્યાચાર કહેવાશે.

વાલીઓએ રજૂઆત કરી હતી કે, સેન્ટ મેરીના શિક્ષકો દ્વારા આ રીતે સજા ફટકારવામાં આવે છે તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

વધુ વાંચો- રોમિયોએ સિગારેટ ફેંકી સગીરાને ફ્રેન્ડશીપ માટે દબાણ કર્યું તો…

Must Read