Homeગુજરાતરાજકોટગોંડલના નવા માર્કેટીંગ યાર્ડની એક પેઢીમાંથી લાખોની રોકડ સાથે જુગાર ઝડપી પાડતી...

ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડની એક પેઢીમાંથી લાખોની રોકડ સાથે જુગાર ઝડપી પાડતી રાજકોટ LCB

-

Gondal News સુરેશ ભાલીયા, ગોંડલ : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડની એક પેઢીમાંથી જુગાર ઝડપી પાડ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વૈભવ કોટન નામની પેઢીના માલિક વિજય ભીખાભાઈ વોરા બહાથી માણસો બોલાવી જુગાર રમવાની સવલતો પુર પાડતા હતા. ફરિયાદ મુજબ આરોપી વિજય વોરા દ્વારા જુગાર રમવા લોકોને બોલાવી લાઈટ-પાણી સહિત જુગારને લગતી સવલતો આપવા માટે નાલ ઉઘરાવવામાં આવતી હતી.

ગંજીપત્તાના નસીબના આધારે રમાતા જુગારની બાતમીના આધારે એલ.સી.બી. (Rajkot Rural LCB)દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. દરોડો કરતા પોલીસને હાથ રૂપિયા 10 લાખ 19 હજાર 500ના મુદ્દામાલ સાથે કુલ 5 આરોપી લાગ્યા હતા. જેમાં રૂપિયા 9 લાખ 74 હજારની રોકડ રકમ પોલીસે કબ્જે કરી છે.

પકડાયેલ આરોપીઓ

  1. વિજયભાઇ ભીખાભાઇ વોરા રહે. ગોંડલ માલવીયાનગર જેતપુર રોડ (૨) ગીરીશભાઇ દામજીભાઇ ગોંડલીયા રહે. ગોંડલ ગુંદાળા ફાટક
  2. શૈલેષભાઇ વલ્લભભાઇ વાછાણી રહે. ગોંડલ ગુંદાળા રોડ
  3. વીપુલભાઇ વિઠ્ઠલભાઇ વીસાવેલીયા રહે. ગોંડલ ગુંદાળા રોડ (૫) શૈલેષભાઇળ મનજીભાઇ રૂપારેલીયા રહે. ગોંડલ ગુંદાળા રોડ

કબજે કરેલ મુદામાલ

  • રોકડા રૂપિયા – ૯,૭૪,૦૦૦/
  • મોબાઇલ ફોન નંગ- ૫ કી.રૂ. ૪૫,૫૦૦/ મળી કુલ રૂપિયા ૧૦,૧૯,૫૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર ટીમ

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ. વી.વી.ઓડેદરા તથા પી.એસ.આઈ. એસ.જે.રાણા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા તથા પો.કોન્સ પ્રહલાદસીંહ રાઠોડ, રહીમભાઇ દલ, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, ઘનશ્યામર્સીંહ જાડેજા,તથા એ.એસ.આઇ. અમુભાઇ વીરડા, ડ્રા.પો.કોન્સ. સાહીલભાઇ ખોખર વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

વધુ વાંચો- શિક્ષકોની ઘટને પગલે જેતપુરની વિદ્યાર્થીનીઓ ભણવા માટે આત્મનિર્ભર બનવા મજૂબર

વધુ વાંચો- જુગટું રમતા 4 મહિલા સહિત 10 આરોપી ઝડપી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...