રાજકોટ : ગોંડલ ITIમાં પ્રવેશ પ્રક્રિયાની મુદતમાં વધારો કરાવામાં આવ્યો છે. હવે ઉમેદવારો પ્રવેશ માટે આઈ.ટી.આઈ.માં તારીખ 30 જૂન સુધીમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાના રહેશે. ગોંડલ સ્થિતી આઈ.ટી.આઈ.ના પ્રવેશ સત્ર 2022ના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગોંડલ આઈ.ટી.આઈ.માં પ્રવેશ (Gondal ITI Admission Online) માટે તારીખ 30 જૂન 2022 સુધી સત્તાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ પર ઓનલાઈન ફોર્મ ભરાવના રહેશે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોંડલના આચાર્યની યાદીમાં જણાવાયું છે કે, વધુ જાણકારી માટે એમ.બી.આઇ.ટી.આઇ, નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબસ્ટેશનની બાજુમાં, ગોંડલ ખાતે રૂબરૂ તેમજ ફોન નં. ૦૨૮૨૫ – ૨૪૦૩૨૨ પર સંપર્ક કરી શકાશે.