Homeગુજરાતરાજકોટજૂઓ વિડીયો- ગોંડલમાં આખલાને લાકડી ફટકારવા ગયેલા પ્રૌઢ પર આંખલાનો હુમલો: રાજકોટ

જૂઓ વિડીયો- ગોંડલમાં આખલાને લાકડી ફટકારવા ગયેલા પ્રૌઢ પર આંખલાનો હુમલો: રાજકોટ

-

Gondal News : ગુજરાતમાં રખડતા ઢોરને કારણે થતા અકસ્માતની ધટનાઓ સતત વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં અનેક નાગરિકોએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગોંડલ શહેરમાં રખડતાં ઢોરો (Stray Cattle)નો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ઢોરનો જમાવડો જોવા મળે છે, જેના કારણે સ્થાનિકો તેમજ ઇમર્જન્સી વાહનો અને અંતિમયાત્રા સહિતના વાહનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ત્યારે ગોંડલ શહેરમાં રખડતા આખલાએ એક પ્રૌઢને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો.

પ્રૌઢ પર આખલાના હુમલાનો વિડીયો જૂઓ

પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં મહાલક્ષ્મીનગર શેરી નંબર 1 માં રહેતા આશિષભાઈ આરદેસણાના દાદા ગોપાલભાઈ આરદેસણાનું સારવાર દરમિયાન મોત થયું છે.

વધુ વાંચો- 19 લાખની લૂંટનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, 4 આરોપી ઝડપાયા

આશિષભાઈના જણાવ્યા અનુસાર, ગત 3 સપ્ટેમ્બર ના રોજ ગોંડલમાં તેમના દાદાના સંબંધીના ઘરે ગયા હતા, જ્યાં મોટી બજારમાં દેવશીબાપાની શેરીમાં અચાનક આખલો આવી જતાં ગોપાલભાઈએ આખલાને હટાવવા માટે પોતાની લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડા ભરાવીને ગોપાલભાઇને પછાડ્યા હતા.

આ બનાવ બાદ ગોપાલભાઈને તુરંત રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ગોંડલમાં એક જ દિવસમાં આ જ વિસ્તારમાં 4 લોકોને આખલાએ અડફેટે લીધા હતા તેવો તેમના પરિવારજનોએ દાવો કર્યો હતો. તેમજ રખડતાં ઢોર અને શ્વાનનો આતંક અવારનવાર સામે આવતો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિડીયો- 62 વર્ષનો ઢગો લિફ્ટમાં કિશોરીની છેડતી કરતો CCTVમાં કેદ: અમદાવાદ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...