Valsad News Gujarati : છેલ્લા કેટલાક સમયથી ગોડસેવાદી (Nathuram Godse) વિચારધારા માથુ ઉંચકી રહી હોય તેવા અહેવાલો મળતા રહે છે. ત્યારે રાજ્યના વલસાડમાં એક ઘટના સામે આવી જે મામલે વિવાદ સર્જાયો છે. વલસાડની જિલ્લા કક્ષાની એક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વકતૃત્વ સ્પર્ધાના વિષયો સરકારી કચેરી દ્વારા નક્કી કરવામાં આવેલા હતા, પરંતુ એ વિષય જ બની ગયા છે વિવાદનું કારણ.
વધુ વાંચો – નાગ રૂપી RSS અને સાંપ રૂપી ભાજપને નોળીયો બની ખતમ કરવાનું કોણે કહ્યું
વીડિયો: હિજાબ ઉતારો કર્ણાટકમાં શાળામાં પ્રવેશ પહેલા હિજાબ ઉતારાવાયા
સમગ્ર ઘટના એવી છે કે વલસાડમાં તિથલ રોડ પર આવેલી કુસુમ વિદ્યાલયમાં (Kusum Vidhyalay Valsad) એક જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જે બાબતે સરકારી કચેરી દ્વારા વકતૃત્વ સ્પર્ધાના વિષય આપવામાં આવ્યા હતા. આ વિષયો ની સૂચીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાનું નામ હતું એ પણ આદર્શ હોવાની દ્રષ્ટીએ. જેમાં નક્કી કરાયેલા પૈકી એક વિષય હતો ‘મારો આદર્શ નાથુરામ ગોડસે.’ એટલું જ નહીં પણ ગોડસેને હિરો બનાવવાનો હોય તેમ આ વિષય પર વકતૃત્વ કરાવી પ્રથમ ક્રમાંકે ઈનામ પણ આપવામાં આવ્યાના અહેવાલ છે.
Valsad News ગોડસેનો વિષય Godse Subject શાળાની વકતૃત્વ સ્પર્ધામાં
આ સમગ્ર વાત સામે આવતા લોકો દ્વારા સરકારી કચેરીની મંછા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમજ લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું બાળકોને હિંસાના પાઠ ભણવા મોકવામાં આવે છે કે શું ? અન્યથા હિંસા વાદી વિચાર ધારાને આદર્શ માનવાના વિષય પર વકત્વ કેમ યોજાય ?
સમગ્ર ઘટના બાબતે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ યુવા અને સાંસ્કૃતિક વિભાગને તપાસના આદેશ આપ્યા હોવાના અહેવાલ છે. ત્યારે સવાલ પેદા થાય કે, ગોડસે વાદી હિંસાની વિચારધારા કેટલી હદ સુદી કચેરીમાં બેઠેલા અધિકારીના મગજમાં પેસી ગઈ હશે કે આવો વિષય નક્કી કર્યો. આવી નાની ઘટનાઓની પણ બાળકોના કુમળા માનસ પર તેની કેવી અસર પહોંચશે તે આવનારો સમય જ બતાવશે.
આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી એ જણાવ્યું હતુ કે, “વલસાડમાં શાળામાં સરકારના યુવક સેવા સંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ગોડસેને, કે જે ગોડસે પૂજ્ય મહાત્મા ગાંધીનો હત્યારો છે તેને હીરો તરીકે ચિતરવાનું કામ કરવામાં આવ્યું છે, કોમળી વના બાળકોમાં આ પ્રકારની વિકૃતિ અને હિંસાની વાત ગુસડવાનો જે પ્રયત્ન થયો છે મને તેવું લાગે છે આ ચિંતાનો વિષય છે. જે મહાત્મા ગાંધી શાંતિ અને અહિંસાના માર્ગે દેશને આઝાદ કરાવ્યો તે મહાત્મા ગાંધી સામે RSS અને ભાજપના પ્રયાસો છે તે ગંભીર અને ચિંતાનો વિષય છે. આ મામલે મુખ્યમંત્રી, યુવક સેવા સંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી કેમ મૌન છે ? RSS અને ભાજપ કેમ ઇતિહાસ બદલવા માગે છે ? જેનો આઝાદીના ઈતિહાસમાં કોઈ યોગદાન નથી તે આઝાદીનો ઇતિહાસ બદલવાની સાજિશ કરે છે તેના માટે કેમ મુખ્યમંત્રી મૌન છે. તેનો જવાબ ગુજરાત અને ગુજરાતની જનતા માગે છે.”