Homeગુજરાતપંચમહાલ :ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટનુ પીએમ મોદીના હસ્તે ...

પંચમહાલ :ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટનુ પીએમ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયુ | Godhara News

-

અહેવાલ- ગણપત મકવાણા, ગોધરા,તા-07 (Godhara News) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત દેશના વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે હેઠળ પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે એક પી.એસ.એ. પ્લાન્ટનું ઈ-લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે ગોધરાના સરદારનગર ખંડ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાસંગિક પ્રવચન કરતા ઉપાધ્યક્ષ જેઠાભાઈએ જણાવ્યું હતું કે આપણાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તેને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીના અસરકારક નેતૃત્વ અને માર્ગદર્શન તેમજ ર્ડાક્ટરો અને કોરોના વોરીયર્સની અથાક મહેનતથી લાખો લોકોની જિંદગી બચાવીને કોરોના કટોકટીમાંથી આપણે બહાર આવ્યા છીએ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

સંક્રમણની બીજી લહેરમાં ઉભી થયેલ ઓક્સિજનની માંગને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે દેશભરમાં પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમ જણાવી વિધાનસભા ઉપાધ્યક્ષએ પંચમહાલ જિલ્લામાં પણ 11 પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે, જે પૈકી 8 પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે 80 લાખના ખર્ચે સ્થપાયેલા અને આજે લોકાર્પણ કરાયેલ 1000 લિટર પ્રતિ મિનીટની ક્ષમતાના પી.એસ.એ. પ્લાન્ટ થકી 100 જેટલા બેડના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાશે તેમ ઉમેર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સિવિલ સર્જન ડો. મોના પંડ્યા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને સીડીએચઓ ડો. મીનાક્ષી ચૌહાણ દ્વારા આભારવિધી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, ડાયરેક્ટર એઈડ્સ કન્ટ્રોલ રાજેશ ગોપાલ, સીડીએચઓ ડો. મિનાક્ષી ચૌહાણ, સીડીએમઓ ડો. મોના પંડ્યા સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...