આજના તાજા સમાચાર ગુજરાત ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ – Shailesh Naghera, Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાનાં આંબાનાં કેટલાક બગીચાઓમાં ખાખડી (નાની કેરી) આવી ચૂકી છે. તો હજુ કેટલાક બગીચાઓમાં ફલાવરિંગ શરૂ છે. કેટલાક બગીચાઓમાં એક જ આંબા પર ખાખડી પણ આવી છે અને ફલાવરિંગ પણ થઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડિયાઓમાં Global Warming Effect on Kesar Mango Farming in Gujarat આશ્ચર્યજનક ઘટનાઓ બની રહી છે. એકંદરે કેસરનો પાક લેતા ખેડૂતો Farmers News અને ઈજારદાર થોડા ખુશ જોવા મળી રહ્યા છે.
આજના તાજા સમાચાર ગુજરાત: ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ
ગીર વિસ્તારમાં કેટલાક ગરમ વિસ્તારોમાં ખાખડી પણ આવી રહી છે.તો પ્રમાણમાં ઠંડા વિસ્તારમાં હજુ ફલાવરિંગ આવી રહ્યું છે. આવી અચરજ ભરી ઘટના ગ્લોબલ વોર્મિંગને કારણે બની રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.જુઓ આ દ્રશ્યો એકજ બગીચામાં રહેલા એક આંબા પર એક તરફ ખાખડી ઝૂલી રહી છે તો બીજી તરફ હજુ ફલાવરિંગ ચાલુ છે…!! આંબામાં આગતર-પાછતર ફલાવરિંગને કારણે આવું થઈ રહ્યું છે.
આજના તાજા સમાચાર ગુજરાત: ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ
વધુ વાંચો – આ તળાવનું પાણી થયું ગુલાબી ! કારણ જાણી ચોંકી જશો
વધુ વાંચો – પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવી રીતે બને

ગીરનાં ખેડૂતો માને છે કે, ”કોઈપણ પ્રકારની ખેતીમાં 25 ટકા ખેડૂતની મહેનત અને 75 ટકા કુદરતની કૃપા જરૂરી છે.તમે ગમે તેટલી મહેનત કરો.. કુદરત રૂઠે ત્યાં કોઈ આડા હાથ દઈ શકતું નથી.” ગિરગઢડા અને ઉના તાલુકા કરતા કોડીનાર અને તાલાળા વિસ્તારમાં તાઉતે વાવાઝોડા બાદ સ્થિતિ ઘણી સારી છે. તાઉતે વાવાઝોડાએ ઉના અને ગિરગઢડા વિસ્તારમાં તો આંબાઓને મૂળ સમેત ઉખાડીને ફેંકી દીધા હતા. સામે તાલાળા કોડીનાર વિસ્તારમાં આંબાઓ બચી ગયા હતા.તેની માવજત કરવાથી હાલ તેમાં ફલાવરિંગ પણ આવી રહ્યું છે તો કેટલાક બગીચાઓમાં ખાખડી પણ આવી ચૂકી છે. હવે કુદરત મહેરબાન થાય અને વાતાવરણની વિષમતા ન આવે તો એપ્રિલમાં કેસર રસિકોને કેરી ખાવા મળશે.
ગીરનાં આંબાનાં કેટલાક બગીચાઓમાં ખાખડી બાઝી ગઈ છે.ત્યારે ખેડૂતો અને ઈજારદારમાં ખુશી જોવા મળે છે.પણ સાથે ભય પણ છે કે, “જો વાતાવરણ બદલાય,કમૌસમી વરસાદ થાય અને વધુ પડતી ઝાંકળ પડે તો હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ જાય.આંબે આવેલી ખાખડી ખરી પડે. આંબામાં આગતર-પાછતર ફલાવરિંગને કારણે કેસર રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા જરૂર મળશે. પણ મોંઘા દામ ચૂકવીને..!!
વાતાવરણ જો સ્થિર રહે તો આગામી એપ્રિલની શરૂઆતમાં કેસર બજારમાં આવતી થશે. પણ જો ઝાંકળ વધી તો ખાખડી ખરી જવાની પૂર્ણ સંભાવના છે. આમ પણ આ વર્ષ કેસરનું ઓછું ઉત્પાદન ખેડૂતો અને ઈજારદાર આંકી રહ્યા છે. કેસર રસિકોને કેરી ખાવા તો મળશે પરંતુ તેની કિંમત વધુ ચૂકવવી પડશે તે નક્કી છે. તો સાથે ખેડૂતો પણ સતત ચિંતિત છે કે વાતાવરણ વિષમ ન થાય તો પ્રભુ કૃપા.
