Homeગુજરાતભુજમાં મૃત બાળકી જીવિત નિકળતા હોસ્પિટલનો ફૂટ્યો ભાંડો: ઘોર બેદરકારીનું ઉદાહરણ

ભુજમાં મૃત બાળકી જીવિત નિકળતા હોસ્પિટલનો ફૂટ્યો ભાંડો: ઘોર બેદરકારીનું ઉદાહરણ

-

Bhuj News Today : ગુજરાતના (Gujarat) સરકારી મેડિકલ જગતના મેનેજમેન્ટની (Management) ગંભીર બેદરકારીની ઘટના ભુજ (Bhuj) ખાતે સામે આવી છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ ગવર્નમેન્ટ હોસ્પિટલની (G.K. General Hospital) આ ઘટના છે. જેમાં આજરોજ શુક્રવારે સારવાર હેઠળ રહેલી જીવિત બાળકીને બદલે મૃત બાળક પરિવારને સોંપી દેવાયુ હતુ.

ઘટનાની હકિકત એવી છે કે, ભુજના નખત્રાણા તાલુકાના નેત્રા ગામની મહિલાને પ્રસુતી માટે 3 દિવસ પહેલા જ ભુજ જી.કે. સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રસુતા મહિલાએ બાળકે જન્મ આપ્યો હતો, પરંતુ બાળકીને સારવારની જરૂરીયાત હોય શીશુ વિભાગ ખાતે દાખલ કરવામાં આવી હતી. પરંતુ આજરોજ બાળકીના પિતા કરીમભાઈને સ્ટાફ દ્વારા તેમની બાળકીના મૃત્યુ થયાનું જણાવી દેવાયુ હતુ.

બાળકીના મૃત્યુ થયાનું જણાવી સ્ટાફે પિતા કરીમભાઈને બાળકીનો મૃતદેહ લઈ જવા જણાવ્યુ હતુ. બાળકીના પરિવાર દ્વારા મૃતદેહની દફનવિધી પહેલા વ્યવસ્થિત કરવા જતા પરિવાર ચોંકી ગયો હતો.

Adani gk general hospital  bhuj news today
Adani gk general hospital bhuj news today

હોસ્પિટલ તંત્રનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તેમને સોંપેલ મૃતદેહ બાળકીનું નહીં પણ બાળકનું હોવાનું પરિવારને ધ્યાને આવ્યુ હતુ. બાળકીના પિતાએ સમગ્ર ઘટનાની જાણ તેના પિતરાઈ અબ્દુલ્લાને કરતા તેને આગળ તપાસ કરતા ખ્યાલ પડ્યો કે તેમની બાળકી તો સુરક્ષિત અને જીવીત છે.

સમગ્ર ઘટનાથી નારાજ પરિવારજનો આ મૃતબાળક કોનું એ સવાલ લઈ કલેકટર કચેરી તેમજ જીલ્લા વિકાસ અધિકારી પાસે પહોંચ્યો હતો. જ્યાં તેમને જણાવાયુ કે તેઓ બાળકના મૃતદેહને જી.કે. જનરલ સરકારી હોસ્પિટલને સુપરત કરી દે.

બાળકીના પરિવાર તેમજ સમાજિક સંગઠનો દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.

Must Read