Rajkot News Update : રાજકોટના બજરંગવાડી શેરી નંબર 18માં રહેતી યુવતીએ મચ્છર (Mosquito) દુર કરવા માટે ભડકો કરતા ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
- જાણો કેવી રીતે થયો અકસ્માત ?
- શું ચાલી રહી છે પોલીસ તપાસ ?
કેવી રીતે લાગી હતી આગ ?
પુજાબેન રઘુભાઈ ચાવડીયા (ઉ.21) નામની યુવતી આજે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસેના વાડામાં બાંધેલી વાછડીની આસપાસ મચ્છરોના ઉપદ્રવને દુર કરવા માટે છબીયામાં ઘાસ નાંખીને ભડકો કર્યો હતો. તેમાં કેરોસીન નાંખતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી તેમજ ત્યાં રહેલી વાછડીએ નાસભાગ કરી મૂકતા વાડામાં ઉપર બાંધેલુ છાપરૂ તુટીને નીચે યુવતી પર પડ્યું હતું. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
વધુ વાંચો- ડ્રાયવરે આવું કર્યું તો યુવતીએ ઝિંક્યા ફડાકા; રાજકોટની સિટી બસ ફરી વિવાદમાં
ગાંધીગ્રામ પોલીસે શરુ કરી તપાસ
આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પિતા દુધની ડેરી ચલાવે છે અને તે છ બહેનો અને એક ભાઈમાં પાંચમાં નંબરની હતી.
તપાસ માટે FSLની લેવાઈ મદદ
પોલીસને તપાસમાં યુવતીએ આપઘાત કર્યાની શંકા લાગતા FSL ની ટીમને જાણ કરીને તેની મદદ લેવામાં આવી છે. આ અંગે FSL નો રીપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુજાની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી અને દિવાળી પછી લગ્ન કરાવવાની તૈયારી પણ પરિવારે ચાલુ કરી હતી. ત્યારે જ યુવતીના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
વધુ વાંચો- રાજકોટમાં મિત્રએ દારૂ પીવડાવી ઉતારેલો વિડીયો વાયરલ થવાના ડરથી ફિનાઇલ ગટગટાવ્યું