પરાગ સંગતાણી, Gir Somnath News : ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે ઉંડા કૂવામાં સિંહ (Lion) ખાબક્યો હતો. જે અંગે વન વિભાગને જાણ થતા ખાસ ટીમે રેસ્ક્યુ ઓપરેશન (Lion Rescue Operation) હાથ ધરી સલામત રીતે સિંહને બહાર કાઢ્યો હતો. જે બાદ સિંહને અન્ય સિંહોની સાથે છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો Viral Video સામે આવ્યો છે જે હાલ વાયરલ થયો છે.
ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામ (Khilavad Village)ની સીમમાં વાડીના ધાબા ઉપર સિંહોનું ગ્રૂપ બેઠું હતું. ત્યારે અંદાજીત ૬ વર્ષ નો એક સિંહ અકસ્માતે કૂવામાં પડી ગયેલ. કુવાની એક ભેખડ ઉપર સિંહ બેચી જતા આજે બપોરે વાડીનો ભાગીદાર માણસ કુવા પાસેથી પસાર થતા કુવામાંથી સિંહનો અવાજ સંભળાયો હતો.
જૂઓ સિંહને કેમ બચાવ્યો LION Rescue Video
વધુ વાંચો- ગૌચરની જમીન ખુલ્લી કરાવવા આત્મવિલોપનનો પ્રયાસ: કચ્છ
તેમણે કુવામાં જોતા ભેખડમાં એક સિંહ કૂવામાં પડ્યા હોવાની જાણ થઈ હતી. તેમણે તુરંત આ મામલે વાડીના માલીક અને માલિક પોપટભાઈ હિરપરા તેમજ સરપંચને જાણ કરી હતી.બાદમાં જસાધાર રેજની કચેરીએ જાણ કરતા આર. એફ. ઓ. અને રેસ્ક્યુ ટીમનો ૧૫ થી વધારેનો સ્ટાફ પાંજરું લઈ ઘટના સ્થળે પહોંચી ગયું હતું.
રેસ્ક્યુ ટીમે દોરડા વડે સિંહને કુવામાંથી બહાર ખેંચ્યો હતો. બાદમાં પાંજરામાં બંધ કરી સલામત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડેલ છે
વધુ વાંચો- સહારા સેબીનો કેસ પુરો થાય ત્યારે તમારા હક્કની રકમ પરત મળે ! આ કેવો જવાબ