Homeગુજરાતગીર સોમનાથતરણ શિખવા ગયેલી મહિલાનો વીડિયો બનાવી, ટ્રેનર કરતો આવું: પોલીસે ઝડપી પાડ્યો

તરણ શિખવા ગયેલી મહિલાનો વીડિયો બનાવી, ટ્રેનર કરતો આવું: પોલીસે ઝડપી પાડ્યો

-

Gir Somnath, Veraval News (Shailesh Naghera): ગીરસોમનાથના વેરાવળ ખાતે આવેલી એક હોટલમાં ચાલતા સ્વિમિંગ ક્લાસના સ્વિમિંગ ટ્રેનર (Swimming Trainer) પર દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. જેમાં ટ્રેનર પર આરોપ છે કે તે સ્વિમિંગ શિખવા આવતી મહિલા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ (Rape) આચરેલ છે. આ બાબતે પોલીસે (Gir Somnath Police) આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત એવી છે કે, પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, વેરાવળ ખાતે આવેલી એક હોટલમાં વર્ષ 2014માં સ્વિમિંગ ક્લાસ ચલાવતો ટ્રેનર પ્રકાશ શિમ્પી મહિલા સ્વિમિંગ શીખવા જતી ત્યાંથી પરિચય થયો હતો. બાદમાં આરોપી પ્રકાશ અને પીડિત મહિલા વચ્ચે પરિચય ગાઢ બન્યો અને જેનો લાભ લઈ આરોપીએ મહિલાને પોતાની મોહજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં આરોપી પ્રકાશ એ પીડિત મહિલા સાથે દુષ્કર્મ આચરેલું અને તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.

આરોપીએ પીડિત મહિલા સાથેના શરીર સબંધનો આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત પીડિતા સાથે મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યા હતા. પીડિત મહિલાના કહેવા મુજબ મહિલા સાથે આરોપી પ્રકાશ શિમ્પીની બળજબરી વધતી જતી હતી. બળજબરી વધી જતા મહિલા આરોપીના તાબે નહીં થતા આરોપીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો હતો. ઉપરાંત આ કથિત વીડિયો મહિલાના 20 વર્ષના પુત્ર તેમજ તેના પતિના મોબાઈલ પર મોકલી પ્રતાડિત કરી હતી.

Press Brief Veraval Police ASP om prakash Jat after arrest rape case accused

મહિલાનો આ કથિત વીડિયો વાયરલ થતા મહિલા વ્યથિત બની ગઈ હતી,પરંતુ મહિલાઓ માટે કાર્યરત વેરાવળ પોલીસની સી ટીમ દ્વારા મહિલાને હિંમત આપી કાર્યવાહી કરી હતી. પીડિત મહિલા ફરિયાદ માટે તૈયાર થતા દુષ્કર્મના આરોપ સબબ પ્રકાશ શિમ્પી વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તાત્કાલીક વડોદરાથી તેને ઝડપી પાડ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈ વેરાવળ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. કથિત દુષ્કર્મની ઘટના બાબતે પોલીસે આરોપી પ્રકાશ શિમ્પી વિરૂધ્ધ દુષ્કર્મ અને સાયબર ક્રાઈમની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે આરોપી અપરિણ છે અને મૂળ મહારાષ્ટ્રના વડોદરા ખાતે ખાનગી શાળામાં સ્વિમિંગ ટ્રેનર તરકી નોકરી કરે છે.

આ કિસ્સા પરથી ફલિત થાય છે કે લગ્નેત્તર સબંધોની પરાકાષ્ઠા પરિવારના માળાને પીંખી નાંખે છે, બાદમાં પસ્તાવા સિવાય કશું રહેતું નથી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...