Homeગુજરાતગીર સોમનાથવેરાવળથી સોમનાથની સિટી બસ ચાલુ કરવા લોક માગણી; બસ ભંગારની હાલતમાં સડે...

વેરાવળથી સોમનાથની સિટી બસ ચાલુ કરવા લોક માગણી; બસ ભંગારની હાલતમાં સડે છે

-

પરાગ સંગતાણી, ગીર-સોમનાથ : શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા વેરાવળ (Veraval)ના સોમનાથ ખાતે આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ ભાડાની લૂંટથી બચવા માટે સીટી બસ સેવાનો લાભ મેળવી શકે પણ તેના માટે સીટી બસ ચાલુ હોવી જરૂરી છે.

સોમનાથ દાદા (Somnath Temple)ના દર્શન માટે શ્રાવણ માસમાં લાખો શ્રધ્ધાળુ સોમનાથ ખાતે પહોંચતા હોય છે, ત્યારે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની જવાબદારી વધી જતી હોય છે.પરંતુ નગરપાલિકા દ્વારા દર્શનાર્થીઓ માટે સીટી બસ સેવા શરૂ કરવામાં નથી આવી માટે સ્થાનિકો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિકોનું માનવું છે કે શ્રધ્ધાળુઓ અવર-જવર માટે સીટી બસનો ઉપયોગ કરી શકે તેવી સુવિધા કરવામાં આવે તો ઈચ્છનિય છે વળી આ બસ બાદમાં નગરજનો માટે પણ ઉપયોગી બની શકે છે. પરંતુ નગરપાલિકા (Veraval Patan Nagarpalika) દ્વારા આ સેવા પુરી પાડવામાં નથી આવતી જેથી પ્રવાસીઓ ખરાબ છાપ લઈને જશે અને નગરજનો પણ પ્રવાસીના ઘસારા સમયે અવર-જવર કરવા ઉંચા ભાડાના શિકાર બનશે.

બીજી તરફ નગરપાલિકા વર્તુળોમાંથી તેવું જાણવા મળ્યું છે કે, શ્રાવણ માસમાં સિટી બસને શરૂ કરવાનું કોઈ આયોજન નથી.

વધુ વાંચો- ટેન્કરમાંથી ગેસ ચોરીનું કારસ્તાન ઝડપી પાડતું સ્ટેટ મોનિટરિંગ સેલ: પડધરી

Must Read