Homeગુજરાતગીર સોમનાથવેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અશ્લીલ હરકત, શાળાનું વલણ બેજવાબદાર

વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અશ્લીલ હરકત, શાળાનું વલણ બેજવાબદાર

-

Veraval News Gujarati : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં બાળકીની જાતીય સતામણીનો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર વિધ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાલીઓ એકઠા થઇ અને શાળા મેનેજમેન્ટ પાસે ગયા ત્યારે પ્રિન્સિપાલ દ્વારા ઉડાવ જવાબ આપી દેતા વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે

તાજેતરમાં જ વેરાવળના માઠાસૂરિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય એ વિધાર્થીની સાથે છેડતીની ઘટના ઘટી હતી. આ ઘટના તાજી છે ત્યાં જ વધુ એક આવી સતામણીની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.

Veraval News આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અશ્લીલ હરકત

વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઈ.આર અનુસાર શહેરના પોશ વિસ્તારમાં આવેલી આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં તા. 14 ના ધોરણ 2 માં અભ્યાસ કરતી આઠ વર્ષીય વિધાર્થીનીને શાળામાં ઇલેક્ટ્રિકનું કામ કરતા એક નરાધમ યુવકે દીકરીને લલચાવી ફોસલાવી પોતાના મોબાઇલમાં વીડીયો ગેમ બતાવી સ્કુલની છત ઉપર જવાની સીડીએ લઇ જઇ પ્રથમ વીડીયો ગેમ બતાવી ત્યાર પછી પોર્ન વીડીયો બતાવી આરોપીએ સગીરા સાથે અશ્લીલ હરકતો સાથે શારીરિક છેડછાડ કરી હતી.

ગંભીર ઘટના પગલે ચંતિત વાલીઓનું ટોળું આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ના દરવાજા પાસે એકઠું થયું હતું. પરંતુ વાલીઓનો આક્ષેપ છે કે તેમના માટે દરવાજા બંધ કરી દેવાયા હતા અને તેમને મેનેજમેન્ટ દ્વારા પોલીસ પાસેથી વિગતો મેળવી લો જેવો ઉડાઉ જવાબ આપી દેવાયો હતો.

શાળાના બેજવાદાર વલણને કારણે વાલીઓ એ સ્કૂલ મેનેજમેન્ટ કોઈ ગંભીર બાબત છુપાવતું હોવાનો ખુલ્લો આક્ષેપ લગાવ્યો હતો. બીજી તરફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આ ગંભીર મામલે સૂચક ચુપકેદી ધારણ કરી લીધી છે. આ ઘટના મામલે મીડિયા સાથે પણ શાળાએ વાત કરવાનું ટાળ્યું છે, જેને લઇ અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યાં છે.

સમગ્ર ઘટના અંગે વેરાવળ પોલીસ માં આરોપી વિરુદ્ધ આઇ. પી. સી. કલમ ૩૫૪(એ) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણે આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ – ૭, ૮,૧(૧)(૩) અને ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....