Homeગુજરાતગીર સોમનાથપાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો પ્રારંભ,જેમાં સખીમંડળની બહેનોએ બનાવેલ કલાત્મકનું વેચાણ.

પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો પ્રારંભ,જેમાં સખીમંડળની બહેનોએ બનાવેલ કલાત્મકનું વેચાણ.

-

Gir Somnath Veraval સખીમંડળની Sakhi mandal બહેનો માટે પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો પ્રારંભ, બહેનો દ્વારા બનાવેલ કલાત્મક વસ્તુઓ વધુ પ્રચલિત બને અને…

પરાગ સંગતાણી-ગીર-સોમનાથ(Gir somnath) તા. -૨૫, ગીર સોમનાથ જિલ્લાની સખીમંડળની(Sakhi mandal) બહેનો દ્વારા બનાવેલ કલાત્મક વસ્તુઓ વધુ પ્રચલિત બને અને અને સાથે જ તેમને રોજગારી મળી રહે તેવા ઉમદા આશય સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેએ પ્રારંભ કરાવ્યો હતો. આ પાંચ દિવસીય પ્રદર્શન સહ વેચાણ મેળાના માધ્યમથી સખીમંડળની બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
સખીમંડળની(Sakhi mandal) બહેનોએ બનાવેલ કલાત્મક વસ્તુઓથી Gir somnath Veraval ના જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવિત

વેરાવળની લોહાણા સમાજની વાડી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને આઝાદી કા અમૃત મહોતસ્વ અંતર્ગત આયોજિત આ મેળામાં ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા ઉત્પાદિત ખાસ કરીને દિવાળી પર્વ માટે ગૃહ સુશોભનની જુદી-જુદી વસ્તુઓ તેમજ ઓર્ગેનિક કોસ્મોટિક બનાવટો, અગરબત્તી, શરબત, ગાયના છાણ તથા ગૌ-મૂત્ર અને ઔષધિઓમાંથી બનાવેલ અર્ક, સિલ્કના દોરા અને ખીલી વડે હાથ બનાવટની ફોટોફ્રમ, ફેન્ડીક્રફ્ટની જુ્દી-જુદી વસ્તુઓનુ પ્રદર્શન સહ વેચાણ સવારે ૯ કલાકથી સાંજના ૯ કલાક સુધી કરવામાં આવી રહ્યું છે.

ગીર સોમનાથ જીલ્લાના વધુ સમાચાર વાંચો – ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ હેઠળ કુલ ૬.૯૧ કરોડની ૪૧ લોન મંજૂર કરાઈ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gir somnath જિલ્લાની ૨૫ સખીમંડળોના બહેનો દ્વારા પ્રદર્શન સહ વેચાણ

આ કલાત્કમ વસ્તુઓ નિહાળી જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે પ્રભાવિત થઈ, તેમણે સખીમંડળની બહેનો પાસેથી જુદી-જુદી બનાવટોની વિગતો મેળવી, મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ તેમની સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ. જે. ખાચર સાથે રહ્યા હતા.

આ પ્રાદેશિક મેળામાં તાલાળા, સુત્રાપાડા, બોરવાવ, રમળેચી, બાદલપરા, આલીધ્રા, દામલી, સીંગસર સહિતના ગામોની સખીમંડળની બહેનો દ્વારા ૨૫ જેટલા સ્ટોલના માધ્યમથી સ્વઉત્પાદિત જુદી-જુદી કલાત્મક વસ્તુઓનુ પ્રદર્શન સહ વેંચાણ કરવામાં આવી રહ્યું છે.|||

Must Read