Homeગુજરાતગીર સોમનાથસોમનાથ ટ્રસ્ટ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧ લાખ વ્રુક્ષ ઉછેરવાનો સંકલ્પ

સોમનાથ ટ્રસ્ટ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧ લાખ વ્રુક્ષ ઉછેરવાનો સંકલ્પ

-

પરાગ સંગતાણી ગીર સોમનાથ(Gir somnath News)તા .૧૪ શ્રી સોમનાથ ટ્રસ્ટ(Somanath Trust) અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર(district administration) દ્વારા સંકલ્પ સમારોહ કાર્યક્રમ ટ્રસ્ટી સેક્રેટરી પી . કે . લહેરી તથા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ ના ઉપસ્થીતીમાં કાર્યક્રમ યોજાયેલ હતો , જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા વિકાસ અધિકારી, નગરપાલીકાઓના પ્રમુખઓ , તાલુકા પ્રમુખઓ , પ્રાત અધીકારી, ચીફ ઓફિસરઓ , તાલુકા વિકાસ અધિકારીઓ , રેવન્યુ તથા પંચાયતના અધિકારીઓ , વનવિભાગના નિવૃત્ત અધિકારીઓ , આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ સુરેશભાઇ જાની તથા કીરીટભાઇ ભિમાણી સહીત મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા .

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર ગોહેલએ જણાવેલકે સોમનાથ ટ્રસ્ટ સદૈવ આ વિસ્તાર માટે કાર્ય કરી રહેલ છે , વૃક્ષો વાવવા કરતા પણ તેને ઉછેરવાએ મહત્વનું , ઓક્ટોબર – જૂન – ફેબ્રુઆરી સહીતના માસમાં વૃક્ષ ઉછેર વધુ સારી રીતે થઇ શકે વહીવટી તંત્ર આ કાર્યમાં પુરતો સહયોગ કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી .

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ખતાલે એ જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ગીર સોમનાથ જીલ્લાના કુપોષીત બાળકોને સુપોષીત કરવા માટે મહત્વની કામગીરી કરેલી છે , જેમના થકી ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમાંકે છે .

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ રામીબેન એ જણાવેલ કે કોરોના મહામારી અને તોક્તે વાવાઝોડા બાદ લોકોને વૃક્ષોની મહત્વતા વધુ સમજાઇ છે , ઓક્ષીજનની અછત દુર કરવા વૃક્ષારોપણ ખુબ જરૂરી છે .

આ પ્રસંગે પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી એ જણાવેલકે , પાલીકા મારો વોર્ડ મારૂ વૃક્ષ યોજના અંતર્ગત વોર્ડ કોર્પોરેટરને વાલી બનાવી વોર્ડવાઇઝ આ કાર્ય કરવાના છે , તોક્તે એ ગીર માં જેટલા વૃક્ષો તોક્તે વાવાઝોડામાં નુકશાન પામેલ તેમની જગ્યા એ નુતન વૃક્ષો વાવી શકાય તે દિશામાં પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરેલ હતી .

આ પ્રસંગે ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરી સાહેબે જણાવેલકે ટ્રસ્ટ દ્વારા ચંદન વન , બિલ્વ વન , આંબાવાડી , નાળીયેર , સહીત વૃક્ષો વાવેલ છે . જો વૃક્ષારોપણ સાથે આ દિશામાં મહત્વનું અને મોટુ કાર્ય કરવુ પડે , ૧૧ લાખ વૃક્ષો મીયાવાકી પધ્ધતી સહિતની નેચરલ પ્લાન્ટેશન પધ્ધતીઓ સહીતની પધ્ધતીથી આ દિશામાં કાર્ય કરવાના છે .

હરીહર વન સહિતના સ્થળો નર્સરી જેવી પધ્ધતી થી વૃક્ષો ઉછેરવામાં આવશે , ખેડુતો જો ફળાઉવૃક્ષો માટે તૈયાર થશે તો ટ્રસ્ટ આ વૃક્ષો ખરીદી અને ખેડુત પરીવાર આત્મનિર્ભર બને તે દિશામાં પણ કાર્ય કરીશું . માર્ચ -૨૦૨૨ પહેલા આ કાર્ય પુર્ણ થાય તે આ કાર્યનો સંકલ્પ છે .

આ કાર્યક્રમનુ સંચાલન મેનેજર વિજયસિંહ ચાવડા એ કરેલ હતું , અને આભાર દર્શન એક્ઝીક્યુટીવ ઓફિસરએ કરેલ આ કાર્યક્રમમાં જોડાવા ગીર સોમનાથ જીલ્લાના નાગરીકોને સોમનાથ ટ્રસ્ટની હાર્દિક અપીલ છે . કાર્યક્રમના અંતે ઉપસ્થીત સર્વે એ સ્વચ્છતા અને વૃક્ષ સંરક્ષણ નો પાલીકા ચીફ ઓફિસર જતીન મહેતાએ સંકલ્પ લેવડાવેલ હતો .|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....