Homeગુજરાતગીર સોમનાથસુત્રાપાડાના ખારવા સમાજના પરિવારને બહિષ્કૃત કરતા આગેવાનો સામે કલેકટરને આવેદન પત્ર આપતા...

સુત્રાપાડાના ખારવા સમાજના પરિવારને બહિષ્કૃત કરતા આગેવાનો સામે કલેકટરને આવેદન પત્ર આપતા પીડિતો

-

Gir Somnath News વેરાવળ : દેશમાં આજે પણ સામાજિક બહિષ્કાર કરી દંડ કરવાની પ્રથા ચાલી રહી છે તેવી વાત સાંભળવા મળે તો નવાઈ નથી લાગતી. દેશના બંધારણ અને કાયદો હોવા છતાં રાજ્યમાં સામાજિક બહિષ્કારની એક ઘટના સામે આવી છે. કથિત રીતે આ ઘટનામાં એક પરિવારને ખારવા સમાજના આગેવાનો દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યા છે. આવું થવા પાછળ ચૂંટણીમાં ઉમેદવારી કરી હોવાનું કારણ જવાબદાર છે તેમ આવેદનમાં જણાવાયું છે.

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર ગામ ખાતે બનેલી આ ઘટના છે. જેમાં એક પરિવારને સામાજિક આગેવાનો અને સમાજ પટેલ દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યા છે. પીડિત પરિવારે આ મામલે ગીર સોમનાથ કલેકટરને આવેદન આપી ન્યાયની માંગણી કરી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મંજુલાબેન પ્રેમજીભાઈ આજણી, અને અમૃતબેન ડાલકીને તેમના સમાજના પટેલ હસમુખ આંજણી, મુકેશ કાનજી  ઉપ પટેલ, રવિ વશરામ મંત્રી, બીપીન વશરામ આગેવાન, યોગેશ રામા, અશોક રામા, ગણેશ સિદી, દિપક પૂજા, પ્રેમજી પૂજા, નાનજી શિવજી, હરી બૂઢા, જેન્તી મંગળ, વગેરે આગેવાનો દ્વારા પીડિત પરિવારનો સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવ્યો.

પરિવારને બહિષ્કૃત કરતા આગેવાનો સામે કલેકટરને આવેદન પત્ર આપતા પીડિતો – Sutrapada News

sutrapada-dhamlej-village-family-boucott-kharva-samaj-gir-somnath-news-gujarati-today
આવેદન આપતો પરિવાર

કથિત સામાજિક બહિષ્કારની ઘટના પાછળનું કારણ અરજદાર પીડિતો જણાવે છે કે, વર્ષ 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંજૂલાબેન દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી તે છે. આ ચૂંટણીમાં ઉમેદવારી સમયે તેઓએ સમાજની પરવાનગી મેળવી ન હતી તેવો આક્ષેપ કરી સામાજિક બહિષ્કારનો શિકાર બનાવવામાં આવ્યા છે.

આ આવેદનમાં આક્ષેપ કરાયો છે કે, અગાઉ પણ આ પ્રકારે નાત બહાર કાઢી મુકી દંડ લઈ સમાજમાં લેવાનું કાર્ય પણ થયું છે. તેમજ દિકરીઓના લગ્ન હોવાથી સમાજના આગેવાનો પાસે ચીઠ્ઠી લેવા ગયા ત્યારે રૂપિયા 75 હજારની દંડની રકમ લઇ અને સામાજિક રીતે સ્વીકાર કરવામાં આવતો હતો.

આવેદન પત્રમાં જણાવાયું છે કે, આ લોકો અવારનવાર નિર્દોષ લોકો ઉપર દંડ કરે છે. અને દંડ ભર્યા એનો સમાજમાં સમાવેશ કરવામાં આવે છે. ભારતના નાગરિકોને આઝાદી તો વર્ષો પહેલા મળી ગઈ હોવા છતાં આ સમાજના લોકો પટેલ,આગેવાનો હાલ પણ સમાજના સભ્યોને ગુલામ ગણી અત્યાચાર કરતા હોય જે બાબતે ભોગ બનનાર બહેનોએ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ છે અને આજરોજ જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...