પરાગ સંગતાણી (Gir Somnath): ગીર-સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટી દ્વારા જીલ્લામાં પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી જેલ ફરારી કેદીઓ/આરોપીઓ પકડવા સારૂ ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે.
ફરાર કેદીઓ અને આરોપીઓને ઝડપવાની ઝુંબેશ સબબ ગીર સોમનાથ S.O.G. પોલીસ ઈન્સપેક્ટર એસ.એલ.વસાવા તથા સબ ઈન્સપેક્ટર વી.આર.સોનારાના માર્ગદર્શન અનુસાર ગઈકાલે તારીખ 03/૦૭/ ૨૦૨૧ ના રોજ એસ.ઓ.જી. સ્ટાફના ASI ઇબ્રાહીમશા બી. બાનવા તથા નરેન્દ્રભાઇ વી. કછોટ તથા હેડ કોન્સ્ટેબલ સુભાષભાઇ પી. ચાવડા તથા કમલેશભાઈ જે. પીઠીયા અને કોન્સ્ટેબલ મેહુલસિંહ પી. પરમાર એ ગીરગઢડા, ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
પટ્રોલીંગ દરમિયાન સુભાષભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બાનવાને મળેલ બાતમીના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશન ઇ.પી.કો.ક .૩૦૨,૧૨૦ (બી) મુજબના ગુન્હાના પાકા કામના કેદી ભાણાભાઇ કાનાભાઇ વાજાને ઝડપી પાડ્યો હતો. કેદી ભાણાભાઈ બે માસથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ હોય જેને તેના ઘરેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી ગીરગઢડા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ હતો.