Homeગુજરાતહવામાન વિભાગની આગાહીના મુજબ વરસાદ ફળ્યો: ગીર-સોમનાથ

હવામાન વિભાગની આગાહીના મુજબ વરસાદ ફળ્યો: ગીર-સોમનાથ

-

Gir Somnath News in Gujarati at Satymanthan Digital E-paper.

  • જિલ્લાના ૨ ડેમ ૧૦૦ ટકાની સપાટીએ, ૧ ડેમ ૫૦ ટકાની નજીક અને ૨ ડેમ ૨૫ ટકાની સપાટીએ

પરાગ સંગતાણી, વેરાવળ તા. 10: ગુજરાત હવામાન વિભાગ ની આગાહી ને પગલે ગત તા.૮ ના રોજ ગીર સોમનાથ જીલ્લા માં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેને પગલે જિલ્લા વાસીઓની તાતી જરૂરિયાત પૂરી થઈ હતી.
તેમાં પણ જો વાત કરવામાં આવે ડેમની તો ખાસ કરી ને જે હિરણ – ૨ ડેમ છે તે જિલ્લા મથક વેરાવળ – સોમનાથ પાલિકા, સુત્રાપાડા પાલિકા અને ઉદ્યોગો ને પાણી પૂરું પાડે છે તેના દસેક દિવસ પહેલા તળિયા દેખાવા લાગ્યા હતા. જે વરસાદને પગલે લગભગ ૨૫ ટકા જેટલો ભરાયો હતો.જ્યારે હિરણ – ૧ જે જંગલ અને ખેડૂતોની જરૂરિયાત પૂરી પાડે છે. તે પણ ૨૫ ટકા ની આસપાસ ,શિંગોડા ૫૦ ટકા અને મચ્છુન્દ્રી તેમજ રાવલ ૯૦ થી ૧૦૦ ટકા ની આસપાસની સપાટીએ પહોંચ્યા હતા. તેમાં જો વાત કરવામાં આવે તો હિરણ – ૧ ની સપાટી ૧૯ ફૂટ, હિરણ – ૨ ની સપાટી 11 ફૂટ ,શિંગોડા ડેમની ૪૫ ફૂટ , મચ્છુન્દ્રી ડેમ ની સપાટી ૨૯ ફૂટ ઉપરાંત રાવલ ડેમની સપાટી ૬૧ ફૂટ સુધી પહોંચી હતી. તેમ સિંચાઇ વિભાગના મદદનીશ અધિકારી એન. બી. સિંધલ એ એક વાતચીતમાં જણાવ્યું હતું.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...