Homeગુજરાતગીર સોમનાથવેરાવળમાં SOG એ ચરસ સાથે ઝડપ્યો આરોપી: ગીર સોમનાથ

વેરાવળમાં SOG એ ચરસ સાથે ઝડપ્યો આરોપી: ગીર સોમનાથ

-

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં દોઢ મહિના પહેલા દરિયાકાંઠેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો બીનવારસુ હાલતમાં મલી આવ્યો હતો. ત્યારે આ જથ્થો દરિયામાંથી આવ્યો હોવાનું અનુમાન લગાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ 16 પેકેટ ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. એવામાં ગીર સોમનાથ SOG (Gir Somnath SOG) દ્વાર એક આરોપીને ઝડપી અગાઉ મળ્યો હતો તેવા તેજ પેકેટમાં ચરસનો જથ્થો ઝડપ્યો છે.

ગીર સોમનાથ પોલીસ SOG દ્વારા વેરાવળ (Veraval)માં ખારાકુવા બારીબાર વિસ્તારમાં આવેલા ખારવાવાડમાં દરોડો કરી એક આરોપી સુનીલ ચુનીલાલ ગોહેલની ચરસ મામલે ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો કરી આરોપી પાસેથી 5 પેકેટમાં કુલ 4,952 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી લીધો હતો.

જૂઓ પોલીસ અધિક્ષક શું કહે છે આ મામલે

અહેવાલ: પરાગ સંગતાણી

આ મામલે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષકે મનોહરસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે કે, આરોપી સુનીલ ગોહેલને દરિયાકાંઠે તણાઈ આવેલી હાલતમાં ચરસનો જથ્થો મળ્યો હતો. જ્યારે પોલીસને મોટી માત્રામાં ચરસનો બીનવારસુ જથ્થો હાથ લાગ્યો ત્યારે આરોપી સુનીલે અખબારમાં તેની ખુબ ઉંચી કિંમત હોય તેમ જાણી પોતે પણ સંગ્રહ કર્યો હતો તેવી કેફિયત આપી છે.

વધુ વાંચો- સુરત બાદ કાલાવડમાં વધુ 20 કરોડની નકલી નોટનો જથ્થો મળ્યો: જામનગર

મનોહરસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, પોલીસ આરોપીની આ મામલે સઘન તપાસ કરવામાં આવશે. તેમજ આરોપી ચરસના જથ્થાના કેસમાં કે જથ્થાને વેચાણ કરાવના કામમાં સંડોવાયેલો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.

સાથે જ જાડેજાએ જણાવ્યું હતું કે, જો હજુ પણ કોઈ એવા લોકો હોય તેને આ રીતે મળી આવેલો જથ્થો સંઘર્યો હોય તો સામે ચાલી પોલીસને જણાવી દે. જો પોલીસ ઝડપી પાડશે તો તેમના પણ તમામ પાસાની તપાસ કરવામાં આવશે અને કાયદાકીય રીતે કડક પગલા લેવામાં આવશે. જો સામે ચાલી પોલીસને જણાવશો તો કાયદાકીય પગલાનો ઓછો સામનો કરવો પડશે.

વધુ વાંચો- જામનગરમાં બિનવારસી છોટાહાથીની તપાસ કરતા મળી દારૂની બોટલો, બુટલેગરની…

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...