Homeગુજરાતગીર સોમનાથવેરાવળથી રાજકોટ જતી ટ્રેનને આદ્રી રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા 18 ગામના...

વેરાવળથી રાજકોટ જતી ટ્રેનને આદ્રી રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા 18 ગામના લોકોની રજૂઆત

-

પરાગ સંગતાણી (Gir Somnath News): વેરાવળથી રાજકોટ અને રાજકોટથી વેરાવળ જતી ટ્રેન (Veraval Rajkot Train)ને આદ્રી સ્ટોપ આપવા ગ્રામજનોની માંગ ઉઠી છે.આ ટ્રેનને કોરોના બાદ સ્ટોપ આપવાનું બંધ કરી દેવામાં આવતા આસપાસના સૂપાસી, સિડોકર, ડારી, કિંદરવા, સારસવા, દેદા , મલૂંઢા, વાવડી, ચમોડા સહિત 18 થી 20 ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જેના પરિણામે સારવાર અર્થે જતાં દર્દીઓને પણ ખાનગી વાહનો ના મસમોટા ભાડા ખર્ચીને અથવા તો બસ મારફતે જવું પડે છે. ઉપરાંત વેપાર અર્થે જતા વેપારીઓ, વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી વહેલી તકે આ બંને ટ્રેનને આદ્રી સ્ટોપ આપવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

વેરાવળથી રાજકોટ વચ્ચે ચાલતી લોકલ ટ્રેન કે જે લોકલ ટ્રેન હોઈ અને વેરાવળ થી રાજકોટ વચ્ચે તમામ સ્ટેશન ઉપર સ્ટોપ આપતી હોઈ આ ટ્રેન આદ્રી રોડ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપ આપતી હતી પરંતુ કોરોના કાળ બાદ આ ટ્રેન નો સ્ટોપ અહી બંધ કરવામાં આવતા આજુ બાજુના 18 થી 20 ગામના લોકો અને દર્દીઓ દવાખાનામાં સારવાર અર્થે રાજકોટ અને અમદાવાદ જતા હોઈ જેને આ ટ્રેન માં મુસાફરી માટે અહીથી 15-16 કિલોમીટર દૂર વેરાવળ જવું પડતું હોઈ છે. આથી આદ્રી રોડ રેલવે સ્ટેશન આજુબાજુ નાં લોકો ને નજીક નુ સ્ટેશન હોઈ જેથી આજે અમે રજૂઆત કરીએ છીએ કે આ બને લોકલ ટ્રેનો નો સ્ટોપ અહી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિડીયો- આવો દેશી જુગાડ તો ભારતનો ખેડુત જ કરી શકે

આ બાબતે આદ્રી ગામના ઉપસરપંચ નારણભાઈ ચાંદેરા જણાવે છે કે, આજરોજ અમે આદ્રી રોડ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના સ્ટોપ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ. ખાસ કરીને આદ્રી રોડ રેલવે સ્ટેશન ઉપર વેરાવળ થી વહેલી સવારે ઉપડતી ટ્રેન નં. 09522 અને રાજકોટ થી સાંજે ઉપડતી ટ્રેન નં. 09521 જેનો સ્ટોપ આદ્રી રોડ રેલવે સ્ટેશન ઉપર હતો તે લગભગ કોરોના કાળથી ઘણાં સમયથી તે સ્ટોપ બંધ કરતા આદ્રી રોડ રેલવે સ્ટેશનની આજુબાજુ નાં લગભગ 18 થી 20 ગામના હજારો લોકો દવાખાના અર્થે રાજકોટ જતાં હોઈ જેમને આ બને ટ્રેન નો સ્ટોપ ઘણો ઉપયોગી થતો હોઇ ત્યારે હાલ આ બંને ટ્રેનો નો સ્ટોપ બંધ હોઈ જેથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ બંને ટ્રેનો નો સ્ટોપ અહી આપવામાં આવે તો લોકોને પડતી સમસ્યા નું નિરાકરણ થાય તેવી અમારી રજૂઆત છે.

Video- વિકલાંગ મહેનતું વ્યક્તિનો વિડીયો થયો વાયરલ જૂઓ શું છે વિડીયોમાં

ડારી ગામના સરપંચ ફરુખભાઈએ જણાવ્યું હતું કે, આદ્રી રોડ રેલવે સ્ટેશન ઉપર આજે અમે 18 ગામ ના સરપંચો ભેગા થયા છીએ કારણ કે કોરોના પહેલા અહીં જે ટ્રેન નો સ્ટોપ આપવામાં આવતો હતો તે હાલ બંધ હોઈ જેથી આજુંબાંજુના ઘણા ગામના ખેતમજુરો, ફેરિયાઓ અને નાના અને મધ્યમ વર્ગના લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે. જેથી અમે આ ટ્રેનો નો સ્ટોપ અહી આપવામાં આવે તે માટે રાજ્ય સરકાર, કેંન્દ્ર સરકાર અને આ રેલ્વે સ્ટેશન જેની હેઠળ આવે છે તે ભાવનગર ડિવિઝન ને અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ ટ્રેનો નો સ્ટોપ અહી આપવામાં આવે તો લોકોને પડતી પારાવાર મુશ્કેલીનો ઉકેલ આવી શકે.

સાથે જ સિડોકર ગામના પૂર્ સરપંચ સતારભાઈ તવાણી જણાવ્યું હતું કે, વેરાવળ થી વહેલી સવારે 5 કલાકે ઉપડતી વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન જેનો સ્ટોપ આદ્રી રોડ રેલ્વે સ્ટેશને આપવામાં આવતો હતો તે કોરોના કાળ બાદ બંધ થવાથી આસપાસ 18 થી 20 ગામોના હજારો લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. જેથી વહેલી તકે આ સ્ટેશન ઉપર સ્ટોપ આપવામાં આવે તેવી અમે રજૂઆત કરીએ છીએ.

Must Read