Gir Somanath News પરાગ સંગતાણી : વેરાવળ (Veraval)માંથી 117 બોટલ દારૂ, મોબાઈલ અને કાર સહિત 1.58 લાખના મુદ્દામાલ સાથે 1 ઝડપાયો વેરાવળમાંથી 117 બોટલ દારૂ સહિત 1.58 લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ એક શખ્શને બતનીમાં આધારે ઝડપી લીધો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગીર સોમનાથ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ. નટુભા બસિયાને મળેલ બાતમીના આધારે ડાયમંડ ટોકીઝ વિસ્તારમાં ફોર વ્હીલ રજી.નંબર જીજે 03 એચએ 9681 માંથી કુલ 10 પેટી દારૂ જેમાં 117 નંગ દારૂની બોટલ કિંમત રૂ.46800 ,કાર કિંમત રૂ.1 લાખ, મોબાઈલ કિંમત રૂ.12000 સહિત 1 લાખ 58 હજાર 800ના મુદ્દામાલ સાથે અમિત મનસુખલાલ ઉનડકટ, રહે.વેરાવળ વાળાને ઝડપી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિધાનસભામાં ધારાસભ્ય આવું કરવા જાય છે ? જૂઓ વિડીયો
આ કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, એએસઆઇ મેરુભાઈ વરું, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર,નરેન્દ્રભાઇ કછોટ, લાલજીભાઈ બાંભણિયા, હેડ કોન્સ.નટુભા બસિયા, નરેન્દ્રભાઇ પટાટ,ભૂપેન્દ્રસિંહ ચાવડા, દેવિબેન રામ સહિતના જોડાયા હતા.
પત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું જૂઓ…