Homeગુજરાતગીર સોમનાથવેરાવળ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન માટે ધારાસભ્ય ચુડાસમાની રજૂઆત

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન માટે ધારાસભ્ય ચુડાસમાની રજૂઆત

-

વેરાવળ સમાચાર : ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે. માટે લોકો સારવાર મેળવવા માટે પણ વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. પરંતુ ત્યાં સીટી સ્કેન મશીન ન હોવાથી રોજબરોજ હજારો લોકોને શારીરિક તેમજ આર્થિક રીતે મુસીબતનો સામનો કરવો પડે છે. આ તકલીફ ધ્યાને લઈ ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્ય વિમલ ચુડાસમા (MLA Vimal Chudasama)એ આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વેરાવળ સરકારી હોસ્પિટલને વહેલી તકે સીટી સ્કેન મશીન ફાળવવા આવે. રજૂઆત સાંભળી રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ હકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું હતું કે મશીનની પ્રક્રિયા મંજૂરી હેઠળ છે અને વહેલી તકે વેરાવળ સિવિલ હોસ્પીટલ (Veraval Civil Hospital)માં સિટીસ્કેન મશીન ફાળવવામાં આવશે.

વધુ વાંચો- 27 કરોડનો સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી તો ઓનલાઈન સટ્ટો નિકળ્યો: અમદાવાદ

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક વેરાવળ હોય મુખ્ય સિવિલ હોસ્પિટલ પણ વેરાવળમાં છે. સિવિલ હોસ્પિટલમાં આશરે 500-700 દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જેમાં કેટલાક દર્દીઓના રિપોર્ટ કરાવવા માટે સીટી સ્કેન મશીન ન હોય મુશ્કેલી પેદા થાય છે. જેને કારણે ખાનગી લેબોરેટરીમાં જવું પડે અને લાંબા અંતરના ધક્કા પણ ખાવા પડે તેવી સ્થિતી હોય છે. આ બાબત ધ્યાને આવતા ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ આરોગ્ય મંત્રીની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. જે મામલે આરોગ્ય મંત્રીએ પણ હકારાત્મક વલણ દાખવી વહેલી તકે નિરાકરણ થાય તેવી ખાત્રી આપ્યાના અહેવાલ છે.

Must Read