Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ પોલીસની એલસીબી ટીમ ગતરોજ તારીખ 16ના રોજ તાલાલા (Talala) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીમને ચિત્રાવડ (Chitravad) ખાતે ઘઉં અને ચોખાના શંકાસ્પદ જથ્થાની માહિતી મળી હતી. બાતમીના આધારે એલસીબીએ ચિત્રાવડમાં કાસમ ખમીશાભાઈના મકાનમાં દરોડો કર્યો હતો.
વધુ વાંચો–પ્રધાનમંત્રી મોદીને કિસાન કોંગ્રેસે દેવભૂમી દ્વારકામાં લોકાર્પણ માટે કેમ આપ્યું નિમંત્રણ ?
દરોડા દરમિયાન એલસીબીની ટીમને પંડીત દિનદયાળ ગ્રાહક ભંડાર હેઠળ વિતરણ થતા અનાજનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીના ફળીયામાંથી ઘઉં અને ચોખાના બાચકા નંગ 530 તેમજ વજન કાંટો અને 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ મામલે પોલીસે આરોપી કાસમભાઈ દાઉદભાઈ ચોટલીયા રહે. મોણીયા, વિસાવદર, આરીફભાઈ જીકરભાઈ કાળાવાતર રહે. મોણીયા, વિસાવદર અને અયુબભાઈ હુસેનભાઈ ખાનાણીની ધરપકડ કરી હતી.
વધુ વાંચો- પાણીપૂરી શોધ કોણે કરી જાણો…