Homeગુજરાતગીર સોમનાથ12 લાખનો ચૂનો ચોપડ્યાની 26 દિવસે નોંધાઈ પોલીસ ફરિયાદ: ઉના

12 લાખનો ચૂનો ચોપડ્યાની 26 દિવસે નોંધાઈ પોલીસ ફરિયાદ: ઉના

-

Gir Somnath News : પોસ્ટ વિભાગમાં વિધવા સહાય, બચત ખાતા તેમજ સુકન્યા યોજના અને જીવન વીમાની રકમ લોકો દ્વારા જમા કરાવાતી હોય છે. આ રીતે ઉના (Una)ના ખાપટ ગામની પોસ્ટ ઑફિસમાં દિવ્યેશ થોભણભાઈ બારડ નામના શખ્સે 12 લાખ જેટલી રકમ ખાતાધારકોની લઈ ફરાર થઈ ગયો હોવાનો આરોપ છે. આરોપીએ ખાતા ધારકોની 12,49,818 જેટલી રકમ ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ગીર સોમનાથના ખાપટ ગામની આસપાસના વિસ્તારોમાં કેટલાક ખાતા ધારકો વિવિધ યોજનાઓ માટે પોસ્ટ ઑફિસમાં રકમ જમા કરતા હતા. આ ઓફિસમાં પોસ્ટ વિભાગનો કર્મચારી આરોપી દિવ્યેશ થોભણભાઈ બારડ આ કચેરીમાં 4 વર્ષથી કામ કરતો હતો. 4 વર્ષથી આ કચેરીમાં કામ કરતો દિવ્યેશ સુરેશ ભાઇ વીરાભાઇ વાઢેર, સંયુક્ત ખાતા ધારક ભુપત ભાઈ ગોવિંદભાઇ સાંખટ, દેવાભાઈ ટાભાભાઈ રાઠોડ, નીમુ બેન દેવાભાઈ રાઠોડ, કલ્પેશભાઈ ગોવિંદભાઈ દમણિયા, સુરેશભાઈ વીરાભાઇ વાઢેર સહિતનાઓ પૈસા જમા તથા ઉપાડવા જતા હોય ત્યારે ખાતા ધારકોને વિશ્વાસમાં લઈ તેમની ખોટી સહીઓ, ખોટા સાક્ષીઓ તેમજ ખોટા અંગુઠાના નિશાનો તેમજ ખાતા ધારકોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર 12 લાખ કરતા વધારે રકમની ઉચાપત કરી ફરાર થઈ ગયો હતો.

જૂઓ- પત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું

આ મામલે શ્રીકિષ્ન યાદવ સબ ડિવિઝનલ ઈન્સ્પેક્ટરે દિવ્યેશને ફરજ મોકૂફ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...