Homeગુજરાતગીર સોમનાથલઠ્ઠાકાંડ નહીં હત્યાકાંડ છે; ગુપ્ત પ્રયાગમાં કેમિકલ કાંડના મૃતકોને શ્રધ્ધાંજલી સમયે ધારસભ્ય...

લઠ્ઠાકાંડ નહીં હત્યાકાંડ છે; ગુપ્ત પ્રયાગમાં કેમિકલ કાંડના મૃતકોને શ્રધ્ધાંજલી સમયે ધારસભ્ય પુંજા વંશ

-

ગીરગઢડા સમાચાર : બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડની (Botad Latthakand) ઘટના ગુજરાત રાજ્ય સરકારે કેમિકલ કાંડની ઘટના ગણાવી છે. લઠ્ઠાકાંડ કે કેમિકલ કાંડની સરકારે કરેલી અસમંજસમાં પિડીત પરિવારોને તો દુઃખ ભોગવાનો વારો આવ્યો છે તે અંતિમ સત્ય છે. ત્યારે ગીરગઢડા તાલુકાના ઉના ગામના સુપ્રસિધ્ધ યાત્રા ધામ ગુપ્ત પ્રયાગ (Gupt Prayag) ખાતે લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રધ્ધાજલી અને શાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નશીલા પદાર્થોથી દૂર રહેવા માટે જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો.

ગુપ્ત પ્રયાગ ખાતે ગીરગઢડાના કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી લઠ્ઠાકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ તકે 2 મિનિટનું મૌન પાળી શાંતિસભા બાદમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય પુંજા વંશ અને ગુણવંત તળાવીયા, રામ ડાભી, કમલેશ બાંભણીયા સહિત કેટલાક ગામના સરપંચો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો- વિધિથી ડબલ રૂપિયા કરતી ટોળકી પકડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો કારસ્તાનનો પર્દાફાશ

આ તકે કોંગ્રેસના ધારસભ્ય પુંજા વંશે સરકાર સામે રોષ પ્રગટ કરી જણાવ્યું કે, ‘લઠ્ઠાકાંડ નથી પણ હત્યાકાંડ છે.’

આ કાર્યક્રમ સાથે લોકોને દારૂ, ગાંજા, ચરસ અને ડ્રગ્સની લતથી દૂર રહેવા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને નશાકારક પદાર્થોથી દૂર રહેવાની અપિલ સાથે તેના નુકશાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે જ બોટાદના કથિત લઠ્ઠાકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Must Read